Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

હવે દમાકસમાં ઇઝરાયેલની ફરી એરસ્ટ્રાઇક : છના મોત

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફરી ખેંચતાણ : પેલેસ્ટેનિયન ઇસ્લામિક જેહાદનું કઠોર નિવેદન જારી થયું

દમાકસ, તા.૨૪ : ઇઝરાયેલે દમાકસમાં જોરદાર હવાઈ હુમલા કર્યા છે. સિરિયાના પાટનગર દમાકસમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં ખુવારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યું નથી. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન ફરી આમને સામને આવે તેવા સંકેત છે. એજન્સી રિપોર્ટ પ્રમાણે દમાસ્કરમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં ૬ લોકોનું મોત થયું છે. ઇઝારેયલ દ્વારા ગાઝા પટ્ટી અને સિરીયાની રાજધાની દમાસ્કસમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી.

        પેલેસ્ટિનીયન ઇસ્લામિક જેહાદના એક નિવેદનમાં કહેવાયું હતું કે તેમના ગ્રુપના ત્રણ લોકોનું રવિવારે થયેલી એરસ્ટ્રાઇકમાં મોત થયું હતું. ઇઝરાયેલની આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયેલ મિલિટરી પ્લેન્સ દ્વારા ગાઝામાં ઇસ્લામિક જેહાદના ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ હુમલાનો એક વીડિયો પણ ટ્વીટમાં વાયરલ થયો છે. ઇઝરાયેલે કહ્યું હતું કે પેલેસ્ટાઇન તરફથી ૨૦ પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ પ્રોજેક્ટાઇલને તેમની ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા.

(9:21 pm IST)