Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદથી મિનિટોમાં મેદાન ખાલી થયું

ગરમીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં દેખાયા : કાર્યક્રમમાં માત્ર છાશ અને પાણીની વ્યવસ્થા હતી, જેથી લોકોએ નાસ્તા-ખાણીપીણીની દુકાન ઉપર લાઇનો લાગી

અમદાવાદ, તા.૨૪ : મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદીના લગભગ એક કલાક નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ચાલ્યો હતો. ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા સવારના -૦૦ વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા. ત્યારબાદ મોદી અને ટ્રમ્પ -૪૦ વાગ્યે સ્ટેજ પર પહોંચ્યા હતા. જ્યાં બંનેએ એક કલાક જેટલું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ પોણા ત્રણ વાગ્યે કાર્યક્રમનું સમાપન થતા ૩૪ ડિગ્રી ગરમીમાં અકળાયેલા લોકો ફટાફટ રવાના થવા લાગતાં ગણતરીની મિનિટોમાં સ્ટેડિયમ ખાલી થઇ ગયું હતું. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજે સવા લાખથી વધુનો માનવ મહેરામણ ઉમટયો હતો, જેને લઇ સ્ટેડિયમમાં આજે અનોખો અને નવો રેકોર્ડ સર્જાયો હતો કે, પહેલાં દિવસે મોટેરા સ્ટેડિયમ પ્રેક્ષકો અને આમંત્રિત મહેમાનોથી ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમપૂર્ણથયા બાદ એક તબક્કેલાખોની જનમેદની ૩૪ ડિગ્રી ગરમી વચ્ચે થોડીઘણી અકળાઇ પણ હતી પરંતુ ઘરઆંગણાનો પ્રસંગ હોઇ સૌકોઇએ ભારે સંયમ અને શિસ્ત દાખવી હતી.

        જો કે, કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે લાખોની જનમેદની સ્ટેડિયમની બહાર જવા કિડિયારાની જેમ ગેટ તરફ આગળ વધ્યા હતા. જેના કારણે ગેટ પર ભારે ભીડભાડ અને ટોળાના દ્રશ્યો સર્જાયા હતા. ગણતરીની મિનિટોમાં આખુ સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું. તેમાં પણ પાર્કિંગ ત્રણ કિલોમીટર દૂર હોવાથી લોકોએ ગરમીમાં ચાલીને જવુ પડ્યું હતું. કાર્યક્રમમાં આવેલા લોકોએ ભૂખ લાગતા રોડ પર આવેલી નાસ્તાની દુકાનો પર પહોંચી ગયા હતા. કાર્યક્રમમાં માત્ર છાશ અને પાણીની વ્યવસ્થા હતી. જેથી લોકોએ નાસ્તાની દુકાન અને નજીકની રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલ પર લાઈનો લગાવી હતી.

(8:16 pm IST)