Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ભારતના દેશદ્રોહીઓ માટે કડક કાયદો લાવે વડાપ્રધાન : ગોળી મારવાનો અધિકાર આપવો જોઈએ: બીસી પાટીલ

કર્ણાટકના કૃષિમંત્રીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવાનારા સામે ગોળી ચલાવવા કાયદાની માંગ કરી

બેંગ્લુરુ : કર્ણાટકના કૃષિ પ્રધાન બી.સી. પાટિલે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા લોકો સામે ગોળી ચલાવવા કાયદાની માંગ કરી છે. પાટીલે ચિત્રદુર્ગામાં કહ્યું હતું કે મારા માનવા મુજબ ભારતમાં કાયદાની જરૂર છે જેમાં ભારતને ખરાબ બોલે તેવા લોકો પર ગોળીબાર કરવા અને પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા માટે કાયદો હોવો જોઇએ. તે ખૂબ જ જરૂરી છે.

   બીસી પાટિલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારતના ખોરાક, પાણી અને હવાનો આનંદ લઇ રહ્યા છે. જો તેઓ પાકિસ્તાન જિંદાબાદનો નારા લગાવે છે તો તેઓ અહીં કેમ હોવા જોઈએ? ચીનમાં લોકો તેમના દેશની વિરુદ્ધ બોલવામાં ડરતા હોય છે. હું પીએમ મોદીને વિનંતી કરું છું કે દેશદ્રોહીઓ સાથેના વ્યવહાર માટે કડક કાયદો રજૂ કરવામાં આવે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ના વિરોધ દરમિયાન અમુલ્યા નામની યુવતીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના મંચ પરથી 'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા લગાવ્યા હતા. જોકે, બાળકીના હાથમાંથી માઇકને તરત જ છીનવી લેવામાં આવ્યું હતું 

(7:09 pm IST)