Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

70 ટકા અમેરિકનો સજાતીય સંબંધોને સંમતિ આપે છે : PEW નો સર્વે : ગે ઇન્ડિયન અમેરિકન હાઈસ્કૂલ ટીચર મિચેલ ગાંધીએ હિન્દૂ વિધિ મુજબ લગ્ન કર્યા

વોશિંગટન : ગે ઇન્ડિયન અમેરિકન હાઈસ્કૂ।લ ટીચર મિચેલ ગાંધીએ જેનિફર તૌસુવના નામક ગે યુવાન સાથે હિન્દૂ વિધિ મુજબ લગ્ન કરી લીધા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
        આ અંગે મિચેલ તથા જેનીફરએ જણાવ્યા મુજબ લોકો હવે સજાતીય લગ્ન પ્રત્યેની સુગથી મુક્ત થઇ ગયા છે.PEW ના સર્વે મુજબ 70 ટકા અમેરિકન આ સંબંધોને સંમતિ આપે છે.અમે લગ્ન પછી સામાન્ય જનની માફક જીવી રહ્યા છીએ મંદિરે પણ જઈએ છીએ ત્યાં પણ સહુ અમને સામાન્ય નાગરિક તરીકે જ જુએ છે.

(6:28 pm IST)