Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

આ અઠવાડીયાના સુપ્રીમમાં મહત્વપૂર્ણ મામલા વોટ્સએપ પ્રાયવસી

નવીદિલ્હીઃ વોટ્સએપની પ્રાયવસી પોલીસી વિરૂધ્ધ સુનાવણી થશે. બે વિદ્યાર્થીઓએ અરજીમાં જણાવ્યું છે કે અંગતતાને લઈને ફેસબુક- વોટ્સએપની પ્રયાવસી પોલીસી શંકાસ્પદ છે, જેમાં બદલવાની માંગ કરાયેલ છે.

ચૂંટણી પંચ

ચૂંટણી આયુકતોની પસંદગી માટે એક સ્વતંત્ર તંત્રની માંગણી અન્વયે તટસ્થ કોલેજીયમ અથવા પસંદગી સમિતિ અંગેના મામલા ઉપર પણ સુનાવણી થશે.

શેરડીનો ભાવ

શેરડીના રાજય પરામર્શ ભાવ (એસએપી) અને યોગ્ય અને લાભકારી ભાવ (એફઆરપી)માં અંતરને લઈને અરજી દાખલ થઈ છે. શેરડી ઉપર યુપી અને કેન્દ્ર સરકારના ભાવમાં અંતર તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે.

સરફેસી અધિનિયમ

સહકારી સમિતિઓ / બેંકોને નાણાકીય પરિસંપતિઓના સિકયુરિ ટાઈઝેશન અને પુનઃ નિર્માણ તથા સિકયોરીટી ઈન્ટરેસ્ટ એકટ-૨૦૦૨ (સરફેસી અધિનિયમ)ની ઉપયોગીતા ઉપર પણ સુનાવણી થવાની શકયતા છે.

(3:55 pm IST)