Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટ્રમ્પના આવવાના એક કલાક પહેલા જ ખીચોખીચ ભરાઈ ગયું મોટેરા સ્ટેડિયમ

અમદાવાદ, તા.૨૪: હાલ ટ્રમ્પને આગમનને પગલે અમદાવાનું મોટેરા સ્ટેડિયમ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે હાલ મોટેરા સ્ટેડિયમ પહોંચવાના દરેક રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહ્યાં છે. ખાસ વાત તો એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા જ મોટેરા સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે.  ત્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમમાં આ નજારો જોવા જેવો બની રહ્યો છે.

આજે ગુજરાત એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ગુજરાતમાં બનેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખાસ બની રહેવાનું છે. આ સ્ટેડિયમ પર હાલ સૌની નજર છે. ત્યારે ત્યારે કાર્યક્રમ કઈ દિશામાં જઈ રહ્યો છે તે દર્શાવતું હાલ મોટેરા સ્ટેડિયમનું ચિત્ર છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન માટે ૨૮ રાજયોના પ્રતિનિધિ આવી ચૂકયા છે. તો ૩૩ જિલ્લામાંથી લોકો આવી ચૂકયા છે. હાલ સ્ટેડિયમની કેપેસિટી જોતા તે ફુલ થઈ રહ્યું છે. એક લાખ જેટલી સ્ટેડિયમની કેપેસિટી છે. તમને જણાવી દઈએ કે, ૬૩ એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે થયું છે. મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ ૧ લાખ ૧૦ હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમનો રેકોર્ડ તોડશે.

(3:53 pm IST)