Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટ્રમ્પ- મેલાનિયાએ રેંટીયો ચલાવ્યો

અમદાવાદ એરપોર્ટથી સીધા સાબરમતી આશ્રમ પહોંચેલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્નિ મેલાનિયાનું નરેન્દ્રભાઈએ સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતુ. ટ્રમ્પ અને મેલાનિયાને ખુદ નરેન્દ્રભાઈએ સમગ્ર આશ્રમની માહિતી આપી હતી. તેમણે ગાંધીજીની તસવીરને પણ સુતરનો હાર પહેરાવી નમન કર્યા હતા. ટ્રમ્પ અને મેલાનિયાએ રેંટીયો પણ ચલાવ્યો છે.

(1:10 pm IST)