Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

આજથી 50 વર્ષ પહેલા મારા માતા પિતા અમેરિકા ગયા હતા : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિમાનમાં આવેલા ભારતીય મૂળના અજિત પાઇ વતનની મુલાકાતથી રોમાંચિત

અમદાવાદ : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનમાં સાથે આવનારાઓમાં 2 ભારતીય મૂળના મહાનુભાવોનો સમાવેશ થાય છે.એક શ્રી ક્રેશ પટેલ અને બીજા શ્રી અજિત પાઇ .
આ બંને પૈકી શ્રી અજિત પાઈએ વતનની મુલાકાત સમયે પોતાના પરિવારનો ભૂતકાળ યાદ કર્યો હતો જે મુજબ આજથી 50 વર્ષ પહેલા તેમના માતા પિતા ભારતથી અમેરિકા આવ્યા હતા જેમની સાથે મૂડી તરીકે માત્ર 8 ડોલર હતા ત્યારે તેમણે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેમનો પુત્ર અમેરિકાના પ્રેસિડન્ટ સાથે વિમાનમાં બેસી ભારતની મુલાકાત લેશે તેવું યાદ કરતાં જ તેઓ રોમાંચિત થઇ ગયા હતા.

(1:01 pm IST)