Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

તાજમાં ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે :સુરક્ષા એજન્સીઓ પાસે છે પગે પગનો હિસાબ

હથીયારબંદ સુરક્ષાકર્મી એવી રીતે હાજર રહેશે કે રાષ્ટપ્રતિની નજરમાં નહિં આવે

નવી દિલ્હી : વિશ્વની સાતમી અજાયબી અને પ્રેમની નિશાની એવા તાજમહેલને નીહાળવા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્ની મેલેનીયાને 1350 મીટર ચાલીને જવું પડશે. ઈકોફ્રેન્ડલી ગોલ્ફ કોર્ટથી તાજમહેલની અંદર ફોરકોર્ટ પહોંચવાથી લઈને તાજ નીહાળી પાછા આવે ત્યાં સુધી અમેરીકી રાષ્ટ્રપતિ 1350 મીટરનું અંતર કાપશે.

અમેરીકી સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રપતિ ટ્રંપના એક એક કદમોના હિસાબ રાખ્યા છે. તે તાજમાં 78 સીડીઓ ચડશે અને ઉતરશે જેવી વિગતો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આજે સાંજે 5.15 વાગ્યાથી 6.15 વાગ્યા સુધી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તાજમહેલમાં રહેશે.

દરમ્યાન તેમને એક પણ સુરક્ષાકર્મી હથીયાર સાથે નજર નહીં આવે. અમેરીકી સુરક્ષા એજન્સીંઓએ તાજની સુરક્ષામાં લાગેલી સીઆઈએસએફએ કહ્યું કે હથીયારબંદ સુરક્ષાકર્મી એવી રીતે હાજર રહેશે કે રાષ્ટપ્રતિની નજરમાં નહિં આવે.

(11:17 am IST)