Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ક્રિકેટમાં રાજકારણ ન લાવવા પાકિસ્‍તાનના કેપ્‍ટનની સુફીયાણી સલાહ : પાકિસ્‍તાન-ભારત મેચ અગાઉ નક્કી થયા મુજબ રમાવી જોઇઅે

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનથી દરેક પ્રકારના સંબંધ તોડવાની માંગણીની વચ્ચે પાડોશી દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદનું નિવેદન આવ્યું છે. સરફરાજે કહ્યું કે પુલવામા આતંકી હુમલા બાદ ક્રિકેટને નિશાન બનાવું નિરાશાજનક છે અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ પૂર્વ નક્કી કાર્યક્રમ પ્રમાણે થવી જોઇએ. ભારતમાં આ મેચના બહિષ્કારની માંગણીની વચ્ચે સરફરાજે કહ્યું કે પાકિસ્તાન કયારેય રમતને રાજકારણ સાથે જોડતું નથી.

પાકિસ્તાનના કેપ્ટને રમતોને રાજકારણથી દૂર રાખવાની અપીલ કરતાં કહ્યું કે બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની દિલચસ્પીને જોતા આ રમત રમાવી જોઇએ. સરફરાજે એક પાકિસ્તાની વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાનની મેચ અગાઉ નક્કી કાર્યક્રમ પ્રમાણે જવી જોઇએ કારણ કે લાખો લોકો છે જે આ મેચને જોવા માંગે છે. મારું માનવું છે કે રાજકારણના હિતો માટે ક્રિકેટને નિશાન બનાવી જોઇએ નહીં.

તેમણે કહ્યું કે આ નિરાશાજનક છે કે પુલવામા ઘટના બાદ ક્રિકેટને નિશાન બનાવાય રહી છે. મને યાદ નથી કે પાકિસ્તાને કયારેય રમતની સાથે રાજકારણને જોડ્યું હોય. તેમણે આગળ કહ્યું કે રાજકીય ફાયદા માટે ક્રિકેટને નિશાન બનાવું જોઇએ નહીં.

(4:00 pm IST)