Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

કાલે મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોનું ‘મહાપડાવ આંદોલન’ હજારો ખેડૂતોની નાસિકથી મુંબઈ તરફ કૂચ

રેલીને શરદ પવાર, કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટ અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સંબોધિત કરી શકે

નવી દિલ્હી: કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન માટે મહારાષ્ટ્રના નાસિક જિલ્લા સહિત બાકી હિસ્સાના હજારો ખેડૂતો મુંબઈ રવાના થઇ ગયા છે. આ ખેડૂત મુંબઈ પહોંચી 25 જાન્યુઆરીના રોજ એક રેલીમાં ભાગ લેશે. જેનું આયોજન અખિલ ભારતીય કિસાન સભા તરફથી કરવામાં આવી રહ્યું છે

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સંબોધિત કરી શકે છે. રેલી સિવાય એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર પણ સોંપશે.

રેલીમાં સામેલ થવા માટે રવિવારે સવારે નાસિક-મુંબઈ મહામાર્ગ પર હજારો ખેડૂતો ઉતર્યા છે. ખેડૂત નાસિકના કસારા ઘાટથી ચાલીને મુંબઈ તરફ આગળ વધી રહ્યા છે. સોમવારે મુંબઈના આઝાદ મેદાનમાં આ ખેડૂતોનું ‘મહાપડાવ આંદોલન’ થશે

 

ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીની સરહદ પર પ્રદર્શનકારી ખેડૂતો 26 નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂત કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો આ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે, તેની સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) કાયદાની માંગ કરી રહ્યા છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોના આંદોલનને લઇ દાખલ જુદી-જુદી અરજીઓ પર સુનાવણી પછી આ કાયદાના અમલ પર રોક લગાવી હતી

 

ખેડૂત સંગઠનોએ ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે ટ્રેક્ટર રેલી નિકાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂત પરેડ થશે અને તે માટે ફાઈનલ રૂટ સવાર સુધી મીડિયાને જણાવી દેવામાં આવશે. ગણતંત્ર દિવસે અમે દિલ્હીની અંદર આવીશું. કેટલાક રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તેના પર સહમતિ બની ગઈ છે. Farmer Protest

ખેડૂત સંગઠનોના જણાવ્યા મુજબ, આ રેલીમાં બે લાખથી વધુ ટ્રેક્ટર સામેલ થશે. આ રેલી માટે 5 માર્ગ નક્કી કરવામાં આવ્યાં છે. ટ્રેક્ટર પરેડ દિલ્હીના ગાજીપુર, સિંઘુ અને ટીકરી બોર્ડરથી શરૂ થશે. દરેક રસ્તા પર ખેડૂત ટ્રેક્ટરોથી 100 કિલોમીટરનો રસ્તો નક્કી કરશે. જેમાં 70 થી 75 ટકા રસ્તો દિલ્હીમાં હશે, જ્યારે અન્ય રસ્તો દિલ્હીની બહાર હશે. Farmer Protest

સિંઘુ બોર્ડર: ટ્રેક્ટર પરેડનો એક સંભવિત રૂટ ગાંધી ટ્રાન્સપોર્ટ નગર હશે. જ્યાંથી પરેડ કંઝાવાલા અને બવાના વિસ્તારમાં થઈને પસાર થશે અને પરત પ્રદર્શન સ્થળ પર આવશે. Farmer Protest

ટીકરી બોર્ડર: ખેડૂત પ્રદર્શન સ્થળથી પોતાની પરેડ શરૂ કરશે અને અહીં નાંગલોઈ, નઝફગઢ, બાદલી અને કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેથી પસાર થશે

(6:34 pm IST)
  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST