Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

આનંદ મહિન્દ્રા ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓને આપશે Thar SUV ભેટ : ટ્વીટ કરી જાહેરાત

મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરનું નામ સામેલ

નવી દિલ્હી: દેશના મોટા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા હંમેશા કંઇ ખાસ કરનારાઓને ઇનામ આપવા માટે પ્રખ્યાત છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એવામાં તેમણે શનિવારે ટ્વીટર પર એક વીડિયો શેર કરતા મોટી જાહેરાત કરી છે. મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી સીરીઝના હીરો રહેલા 6 યુવા ખેલાડીઓને પોતાની તરફથી Thar SUV ભેટ આપવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો છે. 

અબજપતિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાના ચેરપર્સન છે. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ દરમિયાન ડેબ્યૂ કરનાર 5 ભારતીય ખેલાડીઓને અને શાર્દુલ ઠાકુરને Mahindra Thar SUV ભેટ આપશે. આનંદ મહિન્દ્રાએ જે પ્લેયર્સને એસયૂવી આપવાની જાહેરાત કરી છે, તેમાં મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરનું નામ સામેલ છે. 

મહત્વપૂર્ણ છે કે આ ખેલાડીઓએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજિત કરી હતી. ટીમ ઇન્ડિયાની જીત પર બીસીસીઆઈએ પણ 5 કરોડ રૂપિયા બોનસ આપવાનો નિર્ણય કર્યો છે

 

મેલબર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સિરાજે 3 મેચોમાં ભારત તરફથી સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. જેમાં તેના પ્રથમ પાંચ વિકેટ હોલ પણ સામેલ છે, જે તેણે બ્રિસ્બેનમાં લીધા હતા. Anand Mahindra 

સૈનીએ સિડનીમાં તેની ટેસ્ટ ડેબ્યૂ કરી, સુંદર અને નટરાજને ગાબામાં તેમની પ્રથમ ટેસ્ટ રમી. બીજી ટેસ્ટ રમી રહેલ શાર્દુલ ઠાકુરને પણ મહિન્દ્રાની લિસ્ટમાં સામેલ કરાયો છે. કારણ કે તેણે તેની પ્રથમ ટેસ્ટમાં માત્ર 1.4 ઓવર જ નાંખ્યા હતા. આ મેચ 2018માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમાઇ હતી. Anand Mahindra 

આ ઉપરાંત શાર્દુલે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ટેસ્ટમાં મહત્વપૂર્ણ 67 રન કર્યા હતા અને મેચમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે આ મેચમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જ્યારે મહિન્દ્રાની યાદીમાં એકમાત્ર બેસ્ટમેન ગિલનો સમાવેશ થયો છે. તેણે 3 મેચમાં 51.80ની સરેરાશથી 2 અડધી સદી ફટકારી, જેમાં 91 રન તેનો હાઇએસ્ટ સ્કોર રહ્યો. તેણે કુલ 259 રન કરી તમામને પ્રભાવિત કર્યા

(6:28 pm IST)