Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

આસામમાં જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હવે ફાઇલન જીત બાકી છે.

નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ રવિવારના રોજ અસમને કોકરાઝારમાં જનસભાને સંબોધિત કરી અને કહ્યું કે અમે પૂર્વોત્તરના વિકાસનું વિઝન પૂરું કરીશું. આપને જણાવી દઇએ કે આ વર્ષે અસમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેના લીધે અમિત શાહની આ મુલકાત અગત્યની મનાય છે.

કોકરાઝારમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની બેઠકમાં સામેલ થયા બાદ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે અમિત શાહ એ કહ્યું કે આજે આ ઐતિહાસિક રેલીમાં આખા દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં ખૂબ રેલીઓ જોઇ પરંતુ આજ આ રેલીને સંબોધિત કરતાં મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

અમિત શાહ એ કહ્યું કે ભાજપે અસમમાં સેમીફાઇનલ જીત્યુ છે અને હવે ફાઇનલ જીતવું છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ અસમમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ ચૂંટણીમાં થયો હતો, જેમાં ભાજપે જીત નોંધાવી હતી અને અમિત શાહે આ ચૂંટણીને સેમિફાઇનલ ગણાવી અને વિધાનસભા ચૂંટણીને તેમણે ફાઇનલ મેચ કહી.

(3:59 pm IST)
  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST