Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

રસીયામાં એલેકસી નવલના સમર્થકો દ્વારા પોલીસ પર બરફ ગોળાનો હુમલો

ધરપકડના વિરોધ માટે હજારો સમર્થકો રસ્તા ઉપરઉમટી પડ્યા

મોસ્કો: જહરખુરાનીના શિકાર થયેલા રશિયાના વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન  ના વિરોધી એલેક્સી નવલની ની ધરપકડના વિરોધમાં લોકોએ રસ્તા પર જોરદાર બબલા કરી. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી રાજધાની મોસ્કો અને પૂર્વી ખાબારોવસ્ક વિસ્તારમાં જમા થઇ ગયા અને નવલનીની ધરપકડનો વિરોધ કરવા લાગ્યા.

જે સમયે હજારો સ્મર્થક વિરોધ કરી રહ્યા હતા, ત્યારે ત્યાંનું તાપમાન -50 ડિગ્રીની આસપાસ હતું. આટલી ઠંડી છતાં પ્રદર્શનકારી ત્યાં અડગ રહ્યા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો લોકોએ બરફના ગોળા વડે પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન પોલીસે હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી. પોલીસે નવલની ના પ્રવક્તા અને વકીલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે રશિયા (Rasia) ના ઓછામાં ઓછા 60 શહેરોમાં એલેક્સી નવેલનીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે જહર ખુરાની બાદ મોતની જંગ જીતીને વતન પરત ફરેલા નવલનીને મોસ્કો એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી હતી. પુતિન સરકારની આ કાર્યવાહી બાદથી જ વિરોધ પ્રદર્શનોનો દૌર ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે નવલનીને કસ્ટડીમાં લીધા બાદ વિદ્રોહની આશંકાથી પોલીસે રશિયા (Rasia) માં લોકોને પ્રદર્શન ન કરવાની ચેતાવણી આપી હતી. પરંતુ તેમછતાં મોટી સંખ્યામાં લોકો માસ્કો સહિત અન્ય શહેરોમાં રસ્તા પર ઉતર્યા છે. ઘણા રિપોર્ટ્સ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કને પણ જામ કરી દેવામાં આવ્યું છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. રશિયાના ઘણા વિસ્તારોમાંથી આ પ્રકારના પ્રદર્શનના સમાચાર આવ્યા છે.

વિપક્ષી નેતા એલેક્સી નવેલની ને પોલીસે રવિવારે મોસ્કો એરપોર્ટ પર ઉતરતાં જ કસ્ટડીમાં લીધા હતા. ગત ગરમીઓમાં ઝેર આપવા બાદ તે જર્મનીમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા અને રવિવારે જ સ્વદેશ પહોંચ્યા હતા. આ પગલાંથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એકવાર ફરી પશ્વિમી દેશોની ટીકા સહન કરવી પડી હતી. અમેરિકા અને ફ્રાંસ સહિત ઘણા દેશોએ રશિયા સરકારની આકરી ટીકા કરી છે અને જલદી જ નવેલનીને મુક્ત કરવાની માંગ કરી છે.

રશિયા માં વિદ્રોહીઓને રસ્તામાંથી દૂર કરવાના મામલે બદનામ રહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન  ની મુશ્કેલીઓ ગત વર્ષે ત્યારે વધી ગઇ હતી, જ્યારે તેમના મુખર વિરોધીઓમાંથી એક નવલનીને ઝેર આપવાનો આરોપ તેમના પર લાગ્યો હતો. નવલની રશિયામાં 20 ઓગસ્ટના રોજ એક ઘરેલૂ ઉડાન દરમિયાન બિમાર પડ્યા હતા.

બિમાર નવલેની ને વિમાન દ્રારા ઇમરજન્સી પરિસ્થિતિમાં ઉતારવાની અને ઓમ્સકમાં સાઇબેરિયન હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ બે દિવસ બાદ નવલનીને 22 ઓગસ્ટના રોજ એક ખાનગી એર એમ્બુલન્સ દ્રારા બર્લિન લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ રાસાણિક હથિયાર નિરસ્ત્રીકરણ સંગઠન દ્રારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે નવલનીને સોવિયત કાળના નર્વ એજન્ટ નોવિચોક આપવામાં આવ્યું હતું.

(12:05 pm IST)
  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST