Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

રામનું નામ ગળુ દબાવીને નહીં ગળે મળીને લેવાય : મમતા સામે નારા પર નુસરત જહાએ કર્યો પ્રહાર

ટીએમસી સાંસદએ કહ્યું -નેતાજીએ અમને જુલમ સામે લડતા શીખવ્યું :નેતાજીની જયંતીનાં સમારોહમાં રાજનીતિક અને ધાર્મિક નારાબાજી નિંદનીય

કોલકાતાનાં વિક્ટોરિયા મેમોરિયલમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે "જય શ્રીરામ"ની નારાબાજી કરનાર તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાને વળતો પ્રહાર કર્યો છે. નુસરત જહાને નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર યોજાયેલ સરકારી કાર્યક્રમમાં "જય શ્રીરામ"ની નારાબાજી પર નારાજગી વ્યક્તિ કરી છે. શનિવારે સાંજે તેમણે ટ્વીટ કર્યું, રામનું નામ ગળે લગાવીને બોલો ગળુ દબાવીને નહીં.

પોતાની ટ્વીટમાં ટીએમસી સાંસદ નુસરત જહાનએ લખ્યું કે, હું સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી સમારોહમાં રાજનીતિક અને ધાર્મિક નારાબાજીની નિંદા કરું છું. બીજી એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, સુભાષચંદ્ર બોસ એવા નેતા હતા જેમણે બંગાળને જુલમ સામે લડતા શીખવ્યું. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન દરેક ભારતીયનાં મન પર રહેશે. દેશ નાયક દિવસ પર બંગાળ મહાન નેતાજીને નમન કરે છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે મમતા બેનર્જીએ પીએમ મોદીની સામે જ નારાજગી વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીનાં ભાષણ પહેલા મંચની નીચે રહેલા અમુક લોકોએ જય શ્રીરામ અને ભારત માતાકી જયનાં નારા લગાવ્યા હતા. જેનાંથી નારાજ થઈને મમતાએ ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને એક મિનિટનાં સંબોધન બાદ મમતા જય હિંદ-જય બાંગલા કહીને પીએમ મોદીની પાસે જઈને બેસી ગયા. આ કાર્યક્રમ દરમિયાન, ઘણા કલાકારોએ તેમની પ્રસ્તુતિ આપઇ હતી. તે જ સમયે, પીએમ મોદીએ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો છે. શનિવારે સુભાષચંદ્ર બોસની જન્મજયંતિ નિમિત્તે કોલકાતામાં 7 કિમી લાંબી રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.

(12:00 am IST)