Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઝારખંડના ગિરડીહમાં સીએએ-એનઆરસીના વિરોધમાં લોકોએ રાખ્યા સામુહિક રોજાઃ કાળો કાયદો પરત લો

ઝારખંડના ગિરડીહમાં સીએએ-એનઆરસીના વિરૂદ્ધ બિશનપુર અંજુમન ફલાહુલ મુસ્લિમ  તરફથી શુક્રવારના મહોલ્લામાં સામુહિક રોજા રાખવામાં  આવ્યા. સાંજના સામુહિક ઇફતાર થયુ. અંજુમનના સંખ્યાબંધ મહિલા-પુરૂષોએ રોજા રાખી નાગરિકતા કાનૂનનો વિરોધ કર્યો.

કમિટીના અંસારીએ કહ્યું કે કેન્દ્ર સરકારએ દેશને તોડનાર બંધારણ વિરોધી કાનૂન બનાવ્યો છે જેનો દરેક સ્તર પર વિરોધ કરવામાં આવશે. આંદોલન કાનૂનને પરત લેવા સુધી ચાલુ રહેશે. તારીક સીદીકે કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાના દરેક વાયદામા નિષ્ફળ છે. માટે આનાથી ધ્યાન હટાવવા માટે અને દલિત, આદિવાસી અને મુસિલમ સમુદાયને પરેશાન કરવા માટે કાળો કાયદો પરત લ્યે. શાહીનબાગનો નજારો હવે દેશની દરેક શેરી અને મહોલ્લામાં જોવા મળશે.

સામુહિક ઇફતારના આયોજન પછી દેશમાં અમન, ભાઇચારો, અને એકતા સાથે કેન્દ્ર સરકારને સદબુદ્ધિ માટે દુઆ કરી સામુહિક રોજા સાથે મહોલ્લાની બધી દુકાનો બંધ રહી. અવસર પર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

(11:34 pm IST)