Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૭૧માં ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું ભારતમાં આગમન

વર્ષે ૭૧માં ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતની  ચાર દિવસની યાતરા પર આજે સાંજે અહી આવી પહોંચ્યા. વિદેશ રાજયમંત્રી વી. મુરલીધરનએ પાલમ વાયુસૈનિક વિમાન મથક પર શ્રી બોલ્સોનારોનુ સ્વાગત કર્યુ. એમની સાથે એમનો પરિવાર એમના મંત્રી મંડળના આઠ મંત્રી, ચાર સાંસદ, બ્રાઝીલની સંસદમા ભારત-બ્રાઝીલ મંત્રી સમુહના અધ્યક્ષ વરિષ્ઠ અધિકારી અને વેપારીઓનું પ્રતિનિધી મંડળ પણ આવ્યું છે.

એમનો આધિકારિક કાર્યક્રમ શનિવારના થશે કાલે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમા સ્વાગત રસમ થશે. તે રાજઘાટમા મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રધ્ધાસુમન અર્પણ કરશે. બપોરે  હૈદરાબાદ  હાઉસમાં પ્રધાનમંત્રી સાથે એમની દ્વિપક્ષીય બેઠક થશે. પછી હસ્તાક્ષર થશે.

ઉપરાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી પણ બોલ્સોનારો સાથે મુલાકાત કરશે. સાંજે  રાષ્ટ્રપતિ બોલ્સોનારોના સમ્માનમાં ભોજનનું  આયોજન કરશે. મહેમાનો આગ્રા પણ જશે.

(11:05 pm IST)
  • પ્રજા ઉપર ટેક્સનું વધુ પડતું ભારણ સામાજિક અન્યાય સમાન : ટેક્સ ચોરીને અપરાધ ગણવાની સાથે ટેક્સનો ભાર વધવો ન જોઈએ : ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે access_time 7:45 pm IST

  • ૧૭ જાન્યુ. ૨૦૧૯ના રોજ દેશના સરકયુલેશનમાં રહેલ ટોટલ કરન્સી ૨૩ લાખ કરોડને વળોટી ગઈ છે અને નવો લેન્ડમાર્ક સર્જયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 6:37 pm IST

  • રાજપથ પર જોવા મળશે ' ન્યુ ઇન્ડિયા ' : દુનિયા આપણી શક્તિ જોશે : 130 કરોડની વસ્તી ધરાવતો આ દેશ જીવંત પરંપરા છે ,જીવંત સંસ્કાર છે ,એક ભારત શ્રેષ્ઠ ભારત છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 7:51 pm IST