Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

નેપાળએ કહ્યું જો ભારત બાંગ્લાદેશની સીમાનો વિવાદ ઉકેલી શકે તો કાઠમંડૂનો કેમ નહી

નેપાળના વિદેશમંત્રી પ્રદિપકુમારએ કહ્યું કે જો બાંગ્લાદેશ સાથે ભારત સીમા વિવાદ સુલજાવી શકે છે તો એમના દેશ સાથે કેમ નહી. એમણે આ ટિપ્પણી બન્ને પડોશીઓ વચ્ચે સીમાને લઇ ઉભા થયેલ મતભેદના સંદર્ભમા કહી.

નવેમ્બરમા જમ્મુ-કાશ્મીર અને લદાખના ગઠન પછી ભારત દ્વારા જારી નવા માનચિત્રને લઇ બન્ને દેશોમાં થોડો વિવાદ ઉભો થયો છે. વિદેશમંત્રીની ટિપ્પણી પીએમ કેપી શર્મા ઓલીના નિવેદન પછી આવી છે. બંને દેશો અને એમના નેતાઓ વચ્ચે સમજનું સ્તર સર્વાધિક છે સમય આવી ગયો છે કે બન્ને દેશોમાં દીર્ઘકાલિન હીત માટે બધા લંબીત મુદાને વાતચીતના માધ્યમથી સમાધાન કાઢવું જોઇએ.

ઓલીએ આ ટિપ્પણી બન્ને દેશો વચ્ચે સંપર્ક અને વેપાર વધારવાના હેતુથી ૧૪૦ કરોડ રુપિયાની લાગતથી તૈયાર જોગબની-વિરાટનગર એકીકૃત તપાસ ચોકીની વિડીયો લિંકથી ઉદઘાયન સમયે કહી હતી. ભારતએ કહ્યું કે નવું માનચિત્ર બિલકુલ બરાબર છે જેની સમીક્ષાનો સવાલ જ નથી.

 

(10:16 pm IST)