Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પાકિસ્તાન -ઇરાન ગેસ પાઇપલાઇન પરિયોજના ઠપ્પઃ મખ્યકારણ ઇરાન પર લાગેલ પ્રતિબંધ

પાકિસ્તાની સંસદના ઉચ્ચ સદન સેનેટમા સરકારએ બતાવ્યું કે ઇરાન પર લાગેલ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે પાકિસ્તાન-ઇરાન ગેસ પાઇપલાઇન પરિયોજનાનુ કામ રોકાઇ ગયું છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશીત રીપોર્ટ અનુસાર ઉર્જા મંત્રાલય દ્વારા સેનેટમા આપવામાં આવેલ એક લેખિત ઉતરમાં આ જાણકારી આપી છે. આમા બતાવવામા આવ્યું કે કામ રોકવાનુ મુખ્ય કારણ ઇરાન પર લાગેલ પ્રતિબંધ છે.

સરકાર તરફથી સદનને સૂચિત કરવામાં આવ્યું કે આ ગેસ પાઇપ લાઇનને લઇ ઇરાનનીી સાથે એક સંશોધીત કરાર કરવામાં આવ્યો છે. આને લઇ બન્ને દેશો વચ્ચે આ પરિયોજના પુરી કરવા માટે પાંચ વર્ષવધુ આપવામાં આવશે એક અન્ય જવાબમાં ઉર્જા મંત્રાલયએ બતાવ્યુ કે પાકિસ્તાનમા તેલ અને ગેસની તપાસમાં પ૦ કંપનીઓ કામ કરી રહી છે. જેમાં ૧પ સ્થાનીક અને ૩પ વિદેશી છે.

(10:16 pm IST)