Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

એનબીએને પ્રમોટ કરવા ભારત આવશે રોન હાર્પર, પાંચ વખત એનબીએ ચેમ્પીયન રહેલ રોન હાર્પર રપ થી ૩૦ જાન્યુઆરી ભારતમાં રોકાશે

પાંચ વખત એનબીએ ચેમ્પીયન રોન હાર્પર રપ થી ૩૦ જાન્યુઆરી વચ્ચે ભારત યાત્રા પર છે. રોનની આ ભારત યાત્રામાં આ રમતને લોકપ્રિય બનાવવા એનબીએના સતત પ્રયાસોનો હિસ્સો છે. હાર્પર પોતાની ભારત યાત્રા પર સૌથી પહેલા રપ જાન્યુઆરીના મુંબઇ પહોંચ રહ્યા છે. અહીં તે ર૬ જાન્યુઆરીના સેંટ સ્ટેનસિલાસ સ્કૂલમાં આવેલ એનબીએ બાસ્કેટબોલ સ્કૂલમાં યુવા ખેલાડીઓને મળશે.

આગલા દિવસે હાર્પર મુંબઇમાં જ રિલાયન્સ ફાઉન્ડેશન જુનીયર એનબીએ પ્રોગ્રામમાં યુવાઓને ટિપ્સ આપશે. હાર્પર આ પછી દિલ્લી થઇ ચંદીગઢ જશે. જયાં તે રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એનબીએ પ્રોગ્રામમાં ભાગ લેશે. આ કાર્યક્રમ ૩૦ જાન્યુઆરીના થશે તે એનબીએ કોલેજ અકાદમીના કોચ સાથે વાતચીત કરશે.

હાર્પર ડેટોન (ઓડિયો) ના એક શુટિંગ ગાર્ડ રહ્યા છે હાર્પર પાંચ વખત એનબીએ ચેમ્પીયન રહી ચૂકયા છે તે ૧૯૮૬ થી ૧૯૮૮ સુધી શિકાગો બુલ્સ અને ર૦૦૦ તથા ર૦૦૧ માં લોસ એંન્જલસ લેકર્સ માટે એનબીએ ચેમ્પીયનશીપ જીતી ચુકયા છે.

(9:35 pm IST)