Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઇન્કમ ટેક્સ વસુલાતમાં ઘટાડો થવાના સાફ સંકેત

બે દશકમાં પ્રથમવાર ઘટાડો થશે

નવી દિલ્હી, તા.૨૪ : ભારતના કોર્પોરેટ અને ઇન્કમટેક્સ કલેક્શનમાં પ્રથમ વખત ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા બે દશકના ગાળામાં પ્રથમ વખત કોર્પોરેટ અને ઇન્કમટેક્સ વસુલાતમાં ઘટાડો થવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આર્થિક વિકાસદરમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. કોર્પોરેટ ટેક્સ રેટમાં પણ કાપ મુકવામાં આવી ચુક્યો છે. એકબાજુ નરેન્દ્ર મોદી સરકાર ૩૧મી માર્ચના દિવસે પૂર્ણ થઇ રહેલા વર્ષ માટે પ્રત્યક્ષ કરવેરા વસુલાતનો આંકડો ૧૩.૫ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૧૮૯ અબજ ડોલરનો મુકી રહી છે જે અગાઉના નાણાંકીય વર્ષ કરતા ૧૭ ટકા વધારે છે.

           જો કે, માંગમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થવાના કારણે ખળભળાટ મચી ગયો છે. ટેક્સ વિભાગે ૨૩મી જાન્યુઆરીના આંકડા મુજબ ૭.૩ ટ્રિલિયન રૂપિયા એકત્રિત કર્યા છે જે ગયા વર્ષે એકત્રિત કરવામાં આવેલી રકમ કરતા ૫.૫ ટકા કરતા ઓછી છે. બજેટમાં જુદા જુદા પગલા લેવાની વાત ચાલી રહી છે. ૮થી વધુ ટેક્સ અધિકારીઓ માને છે કે, તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરાયા હોવા છતાં આ નાણાંકીય વર્ષમાં પ્રત્યક્ષ કર વસુલાતનો આંકડો ૨૦૧૮.૧૯માં એકત્રિત કરવામાં આવેલા ૧૧.૫ ટ્રિલિયનના આંકડા કરતા ઓછો રહેશે.

(7:42 pm IST)
  • રાજકોટીયનો માટે મહાનગરપાલિકાનું નવુ નજરાણું : લાલપરી તળાવમાં નૌકા વિહારની મોજનો પ્રારંભ સ્પીડ બોટ અને વોટર બોટની રાઈડ ખાનગી કંપનીના માધ્યમથી શરૂ access_time 6:15 pm IST

  • હાર્દિક પટેલને મોટી રાહત : હાર્દિક પટેલને સિદ્ધપુર કોર્ટમાં રજુ કરાયો : કોર્ટે 15 હજારના જમીન પર મુક્ત કર્યો : કોર્ટમાં નિયમિત હાજરી આપવી પડશે : જમીન મળતા હરીકળ પટેલને મળી રાહત access_time 7:58 pm IST

  • પાકિસ્તાનમાં વધુ એક સગીર હિન્દુ યુવતીનું અપહરણ અને ધર્માન્તર : પ્રચંડ રોષ : ઇસ્લામબાદ, પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિન્દૂ ધર્મ સગીર તેમજ પુખ્ત વયની યુવતીઓના અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર કરાવી શાદી કરી લેવાનો સિલસિલો સતત ચાલુ જ છે. તાજેતરમાં ૧૫ જાન્યુઆરીના રોજ સિંધ પ્રાંતના જૈકમાબાદ જિલ્લામાંથી અપહરણ કરાયેલી ૯ માં ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીર યુવતી મહકકુમારીનું અલી રજા સોલંકી નામક યુવાને અપહરણ કર્યાની ફરિયાદ નોંધાતા યુવતીને છોડાવી સુરક્ષા ગૃહમાં મોકલી દેવાઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 4:19 pm IST