Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શેરબજારમાં તેજી : સેંસેક્સ વધુ ૨૨૭ પોઇન્ટનો સુધાર

મેટલના શેરમાં સૌથી વધુ તેજીનો માહોલ રહ્યો : બજેટ પૂર્વેની તેજી, ત્રિમાસિક ગાળાના સારા પરિણામોની બજાર ઉપર અસર થઇ : નિફ્ટીમાં ૬૮ પોઇન્ટનો ઉછાળો

મુંબઇ,તા. ૨૨ : બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે શેરબજારમાં પણ અપેક્ષા વચ્ચે ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે, સતત બીજા દિવસે આજે શેરબજારમાં તેજી રહી હતી. હકારાત્મક સ્થિતિ માટે બજેટ પહેલાની તેજી અને ત્રીમાસિક ગાળાના પરિણામના આંકડાને જવાબદાર ગણવામાં આવે છે. બેંકિંગ કાઉન્ટરો ઉપર તેજી જામી હતી જેમાં એચડીએફસી ટ્વિનની ભૂમિકા મહત્વની રહી હતી. કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક સહિતના શેરોમાં તેજી જામી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૪૨૧ પોઇન્ટનો ઉછાળો એક વખતે ઇન્ટ્રા ડે દરમિયાન રહ્યો હતો. જો કે, અંતે ૨૨૭ પોઇન્ટના ઉછાળા સાથે સેંસેક્સ ૪૧૬૧૩ની સપાટી  પર રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, ટેક મહિન્દ્રા અને કોટક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. પાવરગ્રીડ, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ એનએસઈના મોરચા ઉપર નિફ્ટીમાં ઇન્ટ્રા ડે દરમિયાન ૧૨૨૫૦ની સપાટી રહી હતી.

            જો કે, અંતે નિફ્ટી ૬૮ પોઇન્ટ ઉછળીને ૧૨૨૪૮ની સપાટીએ રહ્યો હતો. તમામ ચાવીરુપ ઇન્ડેક્સમાં પોઝિટિવ સ્થિતિ રહી હતી. નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સિવાય તમામમાં તેજી જામી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૦૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૦.૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. આગામી સપ્તાહમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડિસેમ્બરના મહિના માટે તેમના પેસેન્જર ટ્રાફિકના આંકડા જારી કરવામાં આવનાર છે.

         વૈશ્વિક મોરચા પર કારોબારીઓ યુએસ રેટબુક પર નજર રાખી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલની અસર રહેશે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક જોરદાર તંગદિલી વધી છે અને સ્થાનિક આર્થિક પડકારો પણ મોટાપાયે રહેલા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો આશાસ્પદ રહ્યા છે. પહેલી જાન્યુઆરીથી લઇને ૧૭મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૮૯૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરુપે જાન્યુઆરી મહિનામાં ૧૨૮૮ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે.

જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ રોકાણના આંકડા ખુબ મહત્વપૂર્ણ રહ્યા છે. વિશ્લેષકો કહે છે કે સામાન્ય બજેટ પહેલા મોટાભાગના મોટા શેરો વેચવાના દબાણને કારણે 'સુધારણા' પ્રક્રિયામાં હોય છે. આ ઉપરાંત, વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતના વિકાસના અંદાજને ઘટાડતા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ નહીં હોવાને કારણે સ્થાનિક રોકાણકારોની દ્રષ્ટિ પર પણ અસર પડી છે.

(7:43 pm IST)
  • બાળકો પાસેથી હું ઘણું શીખું છુઃ નરેન્દ્રભાઇ : બાળકોની વિરતાને પ્રધાનમમંત્રી મોદીએ વખાણીઃ રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતા બાળકો સાથે મુલાકાતઃ ફરજને પ્રાથમીકતા આપવી જોઇએઃ એવોર્ડ મળવો એટલે જીંદગીની નવી શરૂઆતઃ પુરસ્કૃત બાળકો સાથે નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતઃ તમારા વિશે જે જાણશે તેમને ગર્વ થશેઃ બાળકોની સ્ટોરીસોશ્યલ મીડીયામાં પર શેર કરાશેઃ ૪૯ બાળકોને મળ્યા પ્રધાનમંત્રી મોદી access_time 1:04 pm IST

  • ભારતએ ન્યઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું : રાહુલ અને શ્રેયશની ધમાકેદાર ફિફટી : પ્રથમ T-20 માં ભારત 1-0 થી આગળ :5 મેચની સીરીઝનો બીજો મેચ રવિવારે access_time 7:24 pm IST

  • એચડીએફસી બેંકના પરિણામો : એચડીએફસી બેંક દ્વારા ૩૧ ડીસે.ના રોજ પુર્ણ થતા ત્રિમાસિક નવ માસિક ગાળાના પરિણામો મંજૂર : ૧૯.૧ ટકાના વધારા સાથે ચોખ્ખી આવક રૂ.૨૦,૮૪૨.૨ કરોડ, થાપણોમાં રપ.ર ટકાનો વધારો, વ્યાજ ૪.૨ ટકા સ્થિર, બિન વ્યાજબી આવક રૂ.૬,૬૬૬૯.૩ કરોડ, ચોખ્ખી આવકમાં ૩૨ ટકાનો વધારો access_time 11:51 am IST