Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી તેમજ ધુમ્મસની પરિસ્થિતી

હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા નહીંવત છે : રાજસ્થાન, બિહાર અને યુપી સહિત રાજ્યોમાં હજુ ઠંડી વધવાના એંધાણ : ઉતરપ્રદેશમાં મૃત્યુઆંકડો વધી૧૧૫

નવી દિલ્હી,તા. ૨૪ : ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડી વધી રહી છે. ઠંડી અને ધુમ્મની ચાદર વચ્ચે જનજીવન ઉપર પણ અસર થઇ રહી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના જુદા જુદા રાજ્યોમાં જનજીવન ખોરવાયેલું છે. હિસારમાં પારો ૪થી લઇને છ સુધી છે. પંજાબમાં પણ આવી જ સ્થિતિ છે. રાજસ્થાનના બીકાનેર, ચુરુ, શ્રીમાધુપુર સહિતના જુદા જુદા ભાગોમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. ઠંડીથી જનજીવન પણ ખોરવાયું છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસના કારણે દિલ્હી અને ચંદીગઢ સહિત કેટલાક શહેરોમાં ધુમ્મસના કારણે વિમાનીસેવાને માઠી અસર થઇ છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંગીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન હજુ ઘટી શકે છે. લોકોને કાતિલ ઠંડીથી હાલ રાહત મળશે નહીં. રાજસ્થાનમાં લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના  મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે.

              પ્રતિકુળ હવામાનની સ્થિતીના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગની સાથે સાથે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ રહીછે.  હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ  ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઇ રહી છે.

          બીજી બાજુ દેશભરમાં  કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતીને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મંડળમાં પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.દરમિયાન ઉત્તરપ્રદેશમાં  આ સિઝનમાં ઠંડીના કારણે મોતનો આંકડો વધીને ૧૧૫ ઉપર  પહોંચી ગયો છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે હિમવર્ષા પણ થઇ રહી છે જેના લીધે પહાડી વિસ્તારો ઉપર બરફની ચાદર ચારેબાજુ છવાઈ ગઈ છે.

(7:37 pm IST)
  • વડોદરામાં શ્રી કમલ ઝવેરી અને તેની સ્ટોક બ્રોકીંગ પેઢી ઉપર આવકવેરા ખાતાનુ મોટુ ઓપરેશન ચાલી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 6:37 pm IST

  • ૧૭ જાન્યુ. ૨૦૧૯ના રોજ દેશના સરકયુલેશનમાં રહેલ ટોટલ કરન્સી ૨૩ લાખ કરોડને વળોટી ગઈ છે અને નવો લેન્ડમાર્ક સર્જયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 6:37 pm IST

  • પાકિસ્તાનમાં વધુ એક સગીર હિન્દુ યુવતીનું અપહરણ અને ધર્માન્તર : પ્રચંડ રોષ : ઇસ્લામબાદ, પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિન્દૂ ધર્મ સગીર તેમજ પુખ્ત વયની યુવતીઓના અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર કરાવી શાદી કરી લેવાનો સિલસિલો સતત ચાલુ જ છે. તાજેતરમાં ૧૫ જાન્યુઆરીના રોજ સિંધ પ્રાંતના જૈકમાબાદ જિલ્લામાંથી અપહરણ કરાયેલી ૯ માં ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીર યુવતી મહકકુમારીનું અલી રજા સોલંકી નામક યુવાને અપહરણ કર્યાની ફરિયાદ નોંધાતા યુવતીને છોડાવી સુરક્ષા ગૃહમાં મોકલી દેવાઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 4:19 pm IST