Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજપથ પર અમારી શક્તિને વિશ્વના દેશ નિહાળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મિનિ ઇન્ડિયા અને ન્યુ ઇન્ડિયાના દર્શન થશે : રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યોની વધુને વધુ ચર્ચા કરવામાં આવે તેવી યુવાનોને વિનંતી : ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે કરેલ વાતો

નવીદિલ્હી, તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં સામેલ થવા જઇ રહેલા કલાકારો અને સ્કુલી બાળકોને સંબોધન કરતા આજે કહ્યું હતું કે, ભારતની શ્રેષ્ઠતાની એક વધુ શક્તિ આની ભૌગોલિક અને સામાજિક વિવિધતામાં રહેલી છે. અમારા દેશમાં બનાવટ એક ફુલોની માળા સમાન છે જ્યાં રંગબેરંગી ફુલોમાં લોકો જોવા મળે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પરેડમાં એક પ્રકારથી મિનિ ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયાના દર્શન થશે. મિનિ ઇન્ડિયા અને ન્યુ ઇન્ડિયાની ઝલક રાજપથ ઉપર જોવા મળશે. દુનિયા અમારી શક્તિને જોઈ શકશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ ત્યારે અમને યાદ રાખવાની જરૂર છે કે, ભારત અસલમાં શું છે. ભારત સરહદની અંદર ૧૩૦ કરોડ લોકોના ઘર સુધી મર્યાદિત નથી. ભારત એક રાષ્ટ્રની સાથે સાથે એક જીવન પરંપરા છે. એક વિચારધારા છે. એક સંસ્કાર છે. એક વિસ્તાર પણ છે. તેમણે કહ્યું હતું કે, રાજપથ ઉપર તમામના પ્રદર્શનથી સમગ્ર દુનિયા ભારતની આ શક્તિના પણ દર્શન કરી શકે છે. આની અસર ભારતની સોફ્ટ પાવરના પ્રચાર પસારથી થાય છે.

             ટ્યુરિઝમ સેક્ટરને પણ આના કારણે મજબૂતી મળે છે. વડાપ્રધાને પરેડમાં સામેલ થવા જઈ રહેલા યુવાનો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યે પોતાના કર્તવ્યોની વધુને વધુ ચર્ચા કરવાની જરૂર દેખાઈ રહી છે. પરેડના ઉદ્દેશ્યને લઇને વડાપ્રધાને કહ્યું હતું કે, અમે જે ન્યુ ઇન્ડિયાની તરફ આગળ વધી રહ્યા છે ત્યાં અપેક્ષાઓ અને સપના પુરા કરવા માટે અનેક વિકલ્પો રહેલા છે. વડાપ્રધાને હળવાશના મૂડમાં સાસ-બહુને લઇને પણ વાત કરી હતી. આ પ્રસંગે મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને કેટલાક પ્રશ્નો પણ વડાપ્રધાને કર્યા હતા.

           કલાકારો સાથે વાતચીત કરતા મોદીએ વિવિધ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. દરમિયાન મોદીએ રાષ્ટ્રીય વીરતા પુરસ્કારોથી સન્માનિત બાળકોને મળીને તેમને દેશના ભવિષ્ય તરીકે ગણાવ્યા હતા. સાથે સાથે કેટલાક નવા મંત્ર આપ્યા હતા. મોદીએ આ ગાળા દરમિયાન પોતાની પણ એક વાર્તા સંભળાવી હતી. હકીકતમાં તેઓ મહેનતના કારણે દિવસમાં ચાર વખત પરસેવો આવવાની વાત કરીને પોતાના સંદર્ભમાં એક રોચક વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, એક વખતે એક વ્યક્તિએ તેમને પ્રશ્ન કર્યો હતો કે, આપના ચહેરા પર તેજ આટલો કેમ છે ત્યારે મોદીએ કહ્યું હતું કે, તેઓએ એજ વ્યક્તિને કહ્યું હતું કે, તેઓ દિવસ દરમિયાન ખુબ મહેનત કરે છે અને શરીરમાંથી નિકળનાર પરસેવાને પોતાના ચહેરા ઉપર લગાવી લે છે જેથી આ તેજ દેખાઈ આવે છે. સાહસના કિસ્સાઓ પણ અન્યો સાથે વાત કરવાની પણ મોદીએ વાત કરી હતી.

(7:33 pm IST)
  • વડોદરામાં શ્રી કમલ ઝવેરી અને તેની સ્ટોક બ્રોકીંગ પેઢી ઉપર આવકવેરા ખાતાનુ મોટુ ઓપરેશન ચાલી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 6:37 pm IST

  • મોદી સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે બે જબરદસ્ત જાહેરાતો કરવાની તૈયારીમાં છે : પર્સનલ આવકવેરા સ્લેબમાં મહત્વના ફેરફારો કરી કરદાતાના ખિસ્સામાં વધુ નાણા રહે તેવુ કરવા જઈ રહી છે, જેનો લાભ સૌથી વધુ મધ્યમ વર્ગને મળશે : આ ઉપરાંત નાણામંત્રાલય એલટીસીજીનો કાયાકલ્પ કરી રહેલ છે : શેરબજારમાં પણ ખૂબ ઓછો કર આપવો પડે તે રીતે નવા કરની રચના થઇ રહી છે જેમાં રીયલ એસ્ટેટ અને પ્રાઈવેટ ઇકિવટીનો પણ સમાવેશ થશે : સરકાર એસટીસીજી (શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ) ઉપર પણ કર ઘટાડવાનો પ્લાનીંગ કરી રહી છે : ત્રણ થી ચાર વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણો ઉપર થયેલી તમામ આવકો ઉપર કોઈ જ ટેકસ નહિ આવે તેવુ પણ કંઇક વિચારાઈ રહ્યુ છેજ ટેકસ નહિ આવે તેવુ પણ કંઇક વિચારાઈ રહ્યુ છે access_time 6:35 pm IST

  • રાજપથ પર જોવા મળશે ' ન્યુ ઇન્ડિયા ' : દુનિયા આપણી શક્તિ જોશે : 130 કરોડની વસ્તી ધરાવતો આ દેશ જીવંત પરંપરા છે ,જીવંત સંસ્કાર છે ,એક ભારત શ્રેષ્ઠ ભારત છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 7:51 pm IST