Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઇમામ સદામ ઇલીયાસનું ધૃણાસ્પદ કાર્યઃધમકી આપી માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી

નવી દિલ્હીઃ અલવર જીલ્લાના તિજારા પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાં મસ્જીદમાં જમવાનું આપવા ગયેલી સગીરા પર ઇમામે બળાત્કાર કર્યો હતો. ઘટના પછી આરોપી ઇમામ ફરાર થઇ ગયો છે. જયારે પીડિતાના ભાઇએ આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલિસે પીડિતાનું બયાન મેડીકલ અને કોર્ટમાં નોંધ્યું છે. આરોપીની તપાસ ચાલુ છે. મળેલા રીપોર્ટ અનુસાર તિજારા પોલીસ અધિકારી જીતેન્દ્ર નાવરીયાએ જણાવ્યું કે પીડિતાના ભાઇએ સોમવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી કે ગામમાં આવેલ એક મસ્જીદમાં બાજુના ગામના રહેવાસી સદામ ઇલીયાસ છેલ્લા ત્રણ વર્ષથી ઇમામનું કામ કરે છે.

ત્યાં તે બાળકોને ભણાવવાની અને લોકોને નમાજ અદા કરાવવાની જવાબદારી સંભાળે છે. મસ્જીદના ઇમામ સદામ માટે ગામના દરેક ઘરેથી ક્રમ અનુસાર ખાવાનું મોકલાય છે. ૧૪ જાન્યુઆરીએ ઇમામને ખાવાનું મોકલવાનો વારો તેના ઘરનો હતો. રાતના લગભગ ૮ વાગ્યે તેની ૧૫ વર્ષની સગરી બહેન ઘરેથી મસ્જીદે સદામ માટે ખાવાનું લઇને ગઇ હતી ત્યારે આ ઘટના બની હતી.

(4:29 pm IST)