Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ખુશખબર! મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેકસથી રાહત

નવી દિલ્હી, તા.૨૪: બજેટથી જોડાયેલી મોટી ખબર, છેલ્લા બે વર્ષોથી ઇકિવટી માર્કેટ જે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ એટલે કે LTCGથી પરેશાન છે તેનાથી બજેટમાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી-આવાજને મળેલી એકસકલૂસિવ જાણકારી મુજબ સરકાર બજેટમાં કેટલીક શરતોની સાથે LTCGનો પ્રભાવી દર શૂન્ય કરી શકે છે.

સૂત્રો મુજબ, બજેટમાં LTCGમાં મોટી છૂટ આપતાં સરકાર ઇકિવટી અને નોન ઇકિવટી પ્રોડકટ પર મોટી રાહત આપી શકે છે. બજેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સ રિઅલ એસ્ટેટને પણ મોટી રાહતની શકયતા છે. સૂત્રો મુજબ બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસના મોર્ચે મોટી જાહેરાત થઈ શકે છે. તેના માટે મુસદ્દો પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

સૂત્રો મુજબ, LTCG Tax હેઠળ એક વર્ષની સમય મર્યાદા વધારીને ૩ વર્ષ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. એક વર્ષ સુધી માત્ર ૧૫ ટકા LTCGની જોગવાઈ હોઈ શકે છે. ૧-૩ વર્ષ સુધી ૧૦ ટકા LTCG રાખી શકાય છે અને એક લાખ રૂપિયા સુધીની કમાણી ટેકસ ફ્રી કરવામાં આવી શકે છે. ત્રણ વર્ષથી વધુની અવધિ પર કોઈ LTCG નહીં લગાવવાના નિર્ણયની શકયતા છે.

(4:25 pm IST)