Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આગામી મહિને પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી જશે

પાકિસ્તાને આતંકી સંગઠનો સામે કરેલ કાર્યવાહીથી FATF સંતુષ્ટઃ ચીને ખાસ મદદ કરી

બિજિંગ તા.૨૪: પોતાના સદાબહાર દોસ્ત ચીન અને કેટલાક પશ્ચિમી દેશોના સહયોગથી પાકિસ્તાન આગામી મહિને હાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી શકે છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આતંકીઓને પોતાને ત્યાં આશ્રમ આપનાર પાકિસ્તાન માટે હવે રાહતના સમાચાર આવ્યા છે.

ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સે પાકિસ્તાને આતંકી સંગઠનો સામે કરેલી કાર્યવાહી અને પ્રયાસો પર સંતોષ વ્યકત કર્યો છે. એફએટીએફનું આ વલણ જોયા બાદ હવે એવું લાગી રહ્યું છે કે આગામી મહિને પાકિસ્તાન તેના ગ્રે લિસ્ટમાંથી બહાર આવી જશે.

પાકિસ્તાનને એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં તેા ખાસ મિત્ર રાષ્ટ્ર ચીને ખૂબ જ મદદ કરી છે. ચીન અને કેટલાંક પશ્ચિમી રાષ્ટ્રોની ભલામણ બાદ હવે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાની કવાયત તેજ બની ગઇ છે.

અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે શાંતિ મંત્રણામાં વ્યસ્ત છે અને તેને પાકિસ્તાનના સહકારની જરૂર છે. છેલ્લા કેટલાક મહિનાથી ઇરાન સાથેના અમેરિકાના તણાવને ઘટાડવા માટે પણ પાકિસ્તાનઙ્ગ પોતાની અહમ ભૂમિકા ભજવી શકે છે અને આજ કારણસર અમેરિકાએ પણ પાકિસ્તાનને એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે મદદ કરી હોવાનું સૂત્રો જણાવે છે.

પાકિસ્તાનના પ્રતિનિધિમંડળે એફએટીએફના સભ્ય દેશોને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ આતંકી સંગઠનોને ફંડિંગ રોકવા માટે તમને આપવામાં આવેલ એકશન પ્લાનનો ઝડપથી અમલ કરશે. ફાઇનાન્શિલ એકશન ટાસ્ક ફોર્સની આગામી બેઠક ફેબ્રુઆરીમાં પેરિસ ખાતે યોજાનાર છે.

(4:24 pm IST)