Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

DHFL, રિલા-કેપીટલ, રિલા-હોમ-ફાય., સિન્ટેક્ષમાં રોકાણ ધોવાયું છે

ડેટ માર્કેટમાં LICના રૂા ૧૧૦૦૦ કરોડ ફસાયારિલા-કેપીટલમાં રૂા ૪૦૦૦ કરોડનું રોકાણ NPA બની ગયું

નવી દિલ્હી તા ૨૪  : ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) એ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ રુ ૧૧૦૦૦ કરોડના ડેટ પેપરના ડિફોલ્ટનો સામનો કર્યો છે. તેના માટે મુખ્યત્વે ડીએચ.એફએલ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાયનાન્સ અને સિન્ટેકસ ઇન્ડસ્ટ્રીઝમાં એલઆઇસીનું રોકાણ જવાબદાર છે. રેટિંગ કંપનીઓએ આ રોકાણને ડાઉનગ્રેડ કરીને જેક રેટિંગ આપ્યું હતું. એલઆઇસીએ ડીએચએફએલમાં રોકાણ માટે ૬૫૦૦ કરોડની જોગવાઇ કરવી પડી છે, જેમાં તેના લાઇફ અને પેન્શન ફંડ સામેલ છે. જુનમાં તેને ડીફોલ્ટ ડાઉનગ્રેડ કરવામાં આવી હતી. રિલાયન્સમાં પણ તેનું ૨૪૦૦૦ કરોડનું રોકાણ હતું, જે સપ્ટેમ્બર ૨૦૧૯માં એનપીએ બની ગયું હતું.

એલઆઇસીએ ભુતકાળમાં પણ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યુ હતું જેની સામે ઇન્સોલ્વન્સીની પ્રક્રિયા ચાલતી હોય તેમાં અલોક ઇન્ડસ્ટ્રીઝ, એબીની શીપયાર્ડ, એમ્ટેક ઓટો, મંધાના ઇન્ડસ્ટ્રીઝ, જેપી ઇન્ફોટેક, જયોતિ સ્ટ્રકચર્સ, રેઇનબો પેપર્સ, ઓચિંડ ફાર્મા, સામેલ છે. એલઆઇસીની કુલ ડેટ બુક રૂ ચાર લાખ કરોડની હતી. જેમાં રૂ ૩૦ લાખ કરોડનું એસેટ મેનેજમન્ટ થાય છે અને તે સોૈથી મોટી સંસ્થાકીય રોકાણકાર છે. સપ્ટેમ્બરાં પુરા થયેલા કવાર્ટરમાં કુલ રૂ ૨૨,૫૫૩ કરોડની એસેટને ફાઉનગ્રેડ કરવામાં આવી હતી, તેમાંથી રૂ ૪૭૦૦ કરોડની એસેટ સબ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ અથવા જંક કેટેગરીમાં મુકવામાં આવી છે. તેમાં પેન્શન અને ફંડ રિલાયન્સ કેપીટલમાં રોકાણ હતું.

એલઆઇસીએ ૨૦૧૮-૧૯માં ગ્રોસ નોન પરફોર્મીંગ એસેટમાં ઘટાડો નોંધાવતા તે ૬.૧૫ ટકા થઇ હતી જે અગાઉના નાણાંકીય વર્ષમાં ૬૨૭ કરોડ  હતી. તેણે બેડ લોન માટે વધારે જોગવાઇ કરી હતી. જેથી ચોકખી એનપીએ ૧.૮૨ ટકાથી ઘટીને ૦ે૨૭ ટકા થઇ હતી. ૩૧ માર્ચ-૨૦૧૯ના રોજ એનપીએ રુ ૨૪,૭૭૭ કરોડ હતી. તે ઇન્ડિયાબુલ્સ હાઉસીંગમાં રૂ૩૨૫૦ કરોડનું રોકાણ ધરાવે છે, જેને ડાઉનગ્રેડ કરીને AA + કરવામાં આવ્યું છે. પિરામલ કેપીટલમાં રૂ ૧૫૦૦ કરોડનું રોકાણ છે જેને AA રેટિંગ આપવામાં આવ્યું છે

(11:53 am IST)