Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સોના કરતા પ્લેટિનમ ૨૭% સસ્તુ : લગ્નની ખરીદીમાં માંગ વધાી : સોનાનું બન્યું વિકલ્પ

લોકોની પસંદગી જેમસ્ટોન જવેલરી-પોલ્કીહીરા

નવી દિલ્હી તા ૨૪  : સોના કરતા પ્લેટિનમ ૨૭ ટકા સસ્તું થયું હોવાથી આ લગ્નસરામાં પ્લેટિનમ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત, લગ્ન માટેની ખરીદીમાં પોલ્કી અથવા અનકટ હીરા, અન્ય કિંમતી જેમસ્ટોન્સ અને પ્લેટિનમ જવેલરીની ભારે માંગ છે. ગુરૂવારે સોનાના ભાવે હાજર બજારમાં રુ૪૦,૦૦૦નો આંક વટાવ્યો હતો. આનાથી વિપરીત, પ્લેટિનમ પ્રતિ ૧૦ ગ્રામ રુ ૩૧૨૪૦નાં ભાવે વચાઇ રહ્યું છે સોનાના ભાવ ઊંચા છે, ત્યારે ગ્રાહકોએ પસંદગી બદલી છે. એક કલ્યાણ જવેલર્સ, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ અને સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડસનું કહેવું છે.

કલ્યાણ જવેલર્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડી.એસ. કલ્યાણરામને જણાવ્યું હતું કે આ વખતની લગ્નની સીઝનમાં ગ્રાહકોની પસંદગી કીંમતી અને  જેમસ્ટોન જવેલરી તથા પોલ્કી હીરા છે.

પ્લેટીનમ જવેલરીમાં હકારાત્મક વલણ જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને પુરૂષો ટુ ટોન રિંગ, બ્રેસલેટ, કંફલિંક અને ચેઇન ખરીદી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય ગ્રાહક માંગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આ રિટેલ માંગ બિનસંગઠીત ઝવેરીઓથી શિફટ થઇને સંગઠીત ક્ષેત્રના ઝવેરીઓ તરફ વળી છે. હીરા અને પ્લેટિનમ ઝવેરાત તરફ ગ્રાહકોની પસંદગી વળી તેનું કારણ તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં થયેલો વધારો છે.

સેન્કો ગોલ્ડના એકઝિકયુટીવ ડિરેકટર સુવાંકર સેને જણાવ્યું હતું કે, ''તાજેતરમાં મહિનાઓમાં ગોલ્ડ અને પ્લેટિનમ વચ્ચેનો ભાવ તફાવત ઘણો વધ્યો છે. ગ્રાહકો સોના કરતા પ્લેટિનમ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે લગ્નમાં સોનાને પ્રાથમિકતા આપવામાં આવે છે પણ આ લગ્નસરામાં અમે પ્લેટિનમને પ્રાધાન્ય અપાતું જોઇ રહ્યા છીએ''.

મલબાર ગોલ્ડના ચેરમેન અહમદ એમપીએ વણાવ્યું હતું કે નવા જમાનાની યુવતીઓને હવે ડિઝાઇન્ડ ડાયમંડ પોલ્કી નેકલેસ અને બંગડીઓ વગર ચાલતું નથી. તેઓ લગ્ન સમયે ડાયમંૅડ પોલ્કી જવેલરીને અનિવાર્ય સમજવા લાગી છે. કેટલીકે તેમાં પ્લેટિમનો પણ ઉમેરો કર્યો છે, જેથી તેનો દેખાવ અલગ જ તરી આવે. તેમણે જણાવ્યું હતું કે પ્લેટિનમ હજી ખાસ કેટેગરીમાં આવતી બ્રાઇડલ જવેલરી હોવાથી વોલ્યુમની રીતે તેની માંગ સોના કે હીરા જેવી નથી. રિટેલ પ્લેટિનમ જવેલરી તે વ્યુહાત્મક રિટેલ નિર્ણય છે અને તેનો આધાર માંગના ટ્રેન્ડ અને કોઇ ખાસ બજારનાં પરિમાણ પર છે.

(11:36 am IST)