Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સતત ત્રીજા વર્ષે સરકારે માંગ્યું વચગા ળાનું ડિવિડન્ડ

સરકારે આરબીઆઈ પાસે માંગ્યા રૂ. ૧૦,૦૦૦ કરોડ

નવી દિલ્હી, તા. ૨૪ :. કેન્દ્ર સરકારે પોતાની રાજકોષિય ખાધ ઓછી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટ ૧૦ હજાર કરોડનો વચગાળાનો લાભાંશ માગ્યો છે સૂત્રોએ આ માહિતી આપી હતી. આ સતત ત્રીજીવાર છે કે સરકારે આરબીઆઈ પાસેથી વચગાળાના લાભાંશની માંગણી કરી હોય. કરની આવક અને રોકાણોમાં ઘટાડાના કારણે સરકારને પોતાના રાજસ્વ લક્ષ્યાંકો પાર પાડવામાં મુશ્કેલી થઈ રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સામાન્ય બજેટ રજુ કરશે. જેમાં રીઝર્વ બેન્ક તરફથી મળનાર વચગાળાના લાભાંશને સામેલ કરી શકાય છે. જો કે આરબીઆઈએ હજુ આ અંગે નિર્ણય કરવાનો બાકી છે. ૨૦૧૮-૧૯માં રીઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને ૨૮ હજાર કરોડ રૂપિયાનો વચગાળાન લાભાંશ આપ્યો હતો. તેની જાહેરાત પણ ફેબ્રુઆરી ૨૦૧૯માં બજેટ પછી થયેલી બોર્ડ બેઠકમાં કરવામાં આવી હતી.

આરબીઆઈનું નાણાકીય વર્ષ જુલાઈથી જૂનનું હોય છે, જ્યારે સરકારનું નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચનું હોય છે. રીઝર્વ બેંક ઓગષ્ટમાં ફાઈનલ બેલેન્સશીટ તૈયાર કરે છે અને તેના પહેલા સરકાર તેની પાસેથી વચગાળાનો લાભાંશ માંગવા લાગે છે. આ અનિયમિતતા દૂર કરવા માટે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર વિમલ જાલાનની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ સૂચન કર્યુ હતુ કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી આરબીઆઈનું નાણાકીય વર્ષ પણ સરકારની જેમ એપ્રિલલથી માર્ચનું હોવુ જોઈએ. સમિતિ અનુસાર વચગાળાને લાભાંશ અસામાન્ય પરિસ્થિતિમાં જ આપી શકાય, પણ સાથે સાથે કહ્યુ હતુ કે આરબીઆઈ દ્વારા પોતાના નાણાકીય વર્ષમાં ફેરફાર પછી પણ આગામી વર્ષોમાં આ ચલણ ચાલુ રહી શકે છે.

(11:34 am IST)