Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

દાયકાઓ સુધી ૧૫૦થી વધુ સગીર છોકરીયો અને મહિલાઓનું શારીરિક શોષણ કરવા બદલ ડો. લેરી નાસરને 175 વર્ષની ઐતીહાસીક જેલની સજા ફટકારતી અમેરિકી કોર્ટ

મિશિગન : પૂર્વ USA જિમ્નેસ્ટિક્સ ડોક્ટર લેરી નાસારને 175 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 150 થી વધુ મહિલા અને છોકરીઓના નિવેદનો સાંભળ્યા બાદ બુધવારે આ સજાની જાહેરાત કરી હતી. તમામ પીડિતોએ કહ્યું હતું કે લેરીએ છેલ્લાં બે દાયકાથી તેમનો સેક્સ્યુઅલી દુરુપયોગ કર્યો હતો.

"મેં અત્યારે તારા ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે," જજ રોઝેમરી એક્વિલેનાએ કહ્યું હતું. જજે વધુમાં કહ્યું હતું કે "મને લાગે છે કે તને સમજાયું નથી કે તું ખુબજ ખતરનાક છો, કે તું હમેશા એક ખતરોજ બની રહીશ."

લેરી નાસરે એક પત્ર દ્વારા, ગત સપ્તાહે, કોર્ટને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે  તમામ પીડિત મહિલાઓએ તેના પર પર જે આરોપો લગાવ્યા છે તે ખોટા છે અને આ મહિલાઓને ફક્ત તેની પાસેથી પૈસા પડાવવા અને મીડિયામાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા જ આવા આરોપો તેના પર લગાવ્યા છે.

જજ રોઝમેરી એક્વિલેનાએ, સજાનું એલાન કરતી વખતે, કોર્ટમાં લેરીએ લખેલો પત્ર અદાલતમાં વાંચી સંભળાવ્યો હતો. 

ભૂતપૂર્વ યુએસએ જિમ્નેસ્ટિક્સના ડૉક્ટર લેરી નાસ્સારએ જાતીય ગેરવર્તણૂકના આરોપો અંગેની સજાની જાહેરાત કરતા પહેલા બુધવારે લાન્સિંગ, મિશિગનમાં કોર્ટને સંબોધિત કરી હતી. નાસરે સંક્ષિપ્ત નિવેદનમાં માફી માંગી હતી અને પીડિત મહિલાઓને સીધેસીધુ સંબોધતા કહ્યું હતું કે, "તમારી બધી દ્લીલોએ મને ધરમૂળથી હચમચાવી દીધો છે." લેરીએ વધુમાં કહ્યું હતું કે "તમારા બધા માટે એક સ્વીકાર્ય માફી લખવી અને અભિવ્યક્ત કરવી અશક્ય છે. તમારા શબ્દો, મારા બાકીના દિવસોમાં હું હમેશા સાથેજ રાખીશ."

સાત સંપૂર્ણ દિવસો દરમિયાન, ડેનહોલેન્ડર અને નાસારના અન્ય પીડિતોએ લાન્સિંગ, મિશિગનના કોર્ટરૂમના પોડિયમમાં આવ્યા હતા અને જે વ્યક્તિએ બે દાયકા સુધી તેમનું શારીરિક શોષણ કર્યું હતું, તેવા હેવાનનો સામનો કર્યો હતો.

મદદનીશ એટર્ની જનરલ એન્જેલા પૉવેલાઇટીસે નાસારને ઓછામાં ઓછા 40 વર્ષ જેલ અને ઓછામાં ઓછી 125 વર્ષની સજા કરવા માટે ન્યાયાધીશને વિનંતી કરી હતી. તેણે નાસારને " કદાચ ઇતિહાસમાં સૌથી મોટો બાળકોનું શારીરિક શોષણ કરનાર" કહીને સંબોધ્યો હતો.

કોર્ટમાં કુલ 168 નિવેદનો વાંચવામાં આવ્યાં હતાં, જેમાં 156 પિડીતાઓના પોતાના નિવેદનો હતા.

(12:48 am IST)