Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

યુએઈની સર્વોચ્ચ ઈસ્લામિક સંસ્થાએ કહ્યું - કોરોનાની વેક્સિનમાં ભૂંડની ચરબી હોય તો પણ લઇ શકાય

કોરોનાની વેક્સિનનો કોઈ બીજો ઓપ્શન હોય નહીં તો કોરોના વેક્સિન લઇ શકાશે.

યુએઈની સર્વોચ્ચ ઇસ્લામિક સંસ્થા યુએઈ ફતવા કાઉન્સિલે કહ્યું હતું કે કોરોના વાયરસની વેક્સિનમાં ભૂંડની ચરબીમાંથી બનેલ જીલેટીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો પણ મુસલમાન તે રસીનો ઉપયોગ કરી શકે છે. કારણ કે મોટાભાગની વેક્સિનમાં પોર્ક જીલેટીન હોય છે અને તેના કારણે જ કહેવામાં આવતું હતું કે, મુસલમાન ધાર્મિક માન્યતાઓને કારણે વેક્સિન દૂર રહે.

ઇસ્લામમાં ભૂંડના માસ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ન્યુઝ એજન્સી એસોસિયેટેડ પ્રેસના એક રિપોર્ટ અનુસાર કાઉન્સિલના ચેરમેન શેખ અબ્દુલ્લા બિન બય્યાએ જણાવ્યું હતું કે જોવે કોરોનાની વેક્સિનનો કોઈ બીજો ઓપ્શન હોય નહીં તો કોરોના વેક્સિન લઇ શકાશે. કોરોના વેક્સિનને લઈને ઇસ્લામમાં પ્રતિબંધિત કરાયેલું ભૂડનું માસ નો નિયમ લાગુ પડશે નહીં.

તેમણે કહ્યું હતું કે માનવ શરીરને સુરક્ષિત કરવા માટે કોરોના વેક્સિનની અતિ આવશ્યકતા છે આથી વેક્સિનના મામલામાં પોર્ટ જીલેટીન દવા તરીકે ઉપયોગમાં લેવાની હોવાથી તેનો કોઈ દોષ લાગતો નથી કોરોનાવાયરસ આખા સમાજ માટે અને દુનિયા માટે એક મોટો ખતરો છે. આથી અતિ અનિવાર્ય છે કે કોરોના વેક્સિન સમય રહેતા જ લેવી. કેટલાક મુસ્લિમ દેશોમાં આ બાબતે ચિંતા જતાવવામાં આવી રહી છે તે યોગ્ય છે પરંતુ દવા તરીકે વેક્સિનનો ઉપયોગ પણ ફરજિયાત બની જાય છે. ઓક્ટોબર મહિનામાં ઇન્ડોનેશિયામાં કેટલાક ડિપ્લોમેટ અને મુસ્લિમ સ્કોલર્સ ચીનમાં એક પ્લેનથી ઉતારવામાં આવ્યા હતા. આ સ્કોલર્સને ચિંતા હતી કે ઈસ્લામિક કાનૂન હેઠળ કોરોનાની વેક્સિન લગાવવાની પરવાનગી મળશે નહીં. મર્યાદિત ઉપલબ્ધતાને કારણે મુસ્લિમ દેશોમાં પણ જીલેટીન વાળી વેક્સિનનો ઉપયોગ થશે અને આ માટે મુસલમાનોને પરવાનગી પણ આપવામાં આવે છે.

(12:07 am IST)