Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બ્રિટેનમાં કોરોનાનો વધુ એક સ્ટ્રેન સામે આવ્યો: જુના સ્વરૂપથી પણ વધારે ઘાતક

સ્વાસ્થ્ય સચિવે કહ્યું--કોરોનાના બીજા રૂપના બે કેસ આવ્યા;વાઈરસનો આ નવો સ્ટ્રેન લગભગ સાઉથ આફ્રિકાથી આવ્યો

બ્રિટેનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેન (strain) મળવાથી દુનિયાભરમાં તબાહી મચી છે. તેની વચ્ચે કોરોનાનો બીજો સ્ટ્રેન પણ સામે આવી ગયો છે. મળતી જાણકારી મુજબ કોરોનાનો બીજો સ્ટ્રેન પોતાના જુના સ્વરૂપોથી વધારે ઘાતક છે અને ઝડપથી ફેલાય છે. બ્રિટેનના સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે યૂકેમાં કોરોનાના બીજા રૂપના બે કેસ સામે આવ્યા છે. વાઈરસનો આ નવો સ્ટ્રેન લગભગ સાઉથ આફ્રિકાથી આવ્યો છે.

તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે જે પણ કોઈ સાઉથ આફ્રિકામાં છે, તે પોતાને તરત આઈસોલેટ કરી લે. બતાવવામાં આવી રહ્યું છે કે સાઉથ આફ્રિકાવાળો કોરોના સ્ટ્રેન યૂકેવાળા સ્ટ્રેનથી ખુબ વધારે ખતરનાક છે. કોરોનાનો પ્રથમ નવો સ્ટ્રેન સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં મળ્યો હતો પણ હવે તે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે હવે કોરોનાનો બીજુ નવું રૂપ સામે આવ્યુ છે, જેનાથી હડકંપ મચ્યો છે.

(11:57 pm IST)