Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કેયર્ન ઍનજીઍ ભારત સરકાર વિરૂદ્ધ ઍક ટેક્સ વિવાદ જીતી લીધોઃ ૮૮૦૦ કરોડ રૂપિયા ભારત સરકારે કંપનીને ચૂકવવા પડશે

નવી દિલ્હી: કેયર્ન એનર્જીએ ભારત સરકાર વિરુદ્ધ એક ટેક્સ વિવાદને કેસ જીતી લીધો છે. છેલ્લા કેટલાક સમયમાં મોદી સરકાર માટે આ બીજો મોટો ફટકો ગણી શકાય. અગાઉ ભારત સરકાર ટેક્સ વિવાદ માટે વૉડાફોન ગ્રુપ સામે કેસ હારી ચૂકી છે. હવે ભારત સરકારે આ કંપનીને 8,800 કરોડ રૂપિયાની રકમ ચૂકવવી પડશે. વોડાફોનનો ટેક્સ વિવાદ પણ 20 હજાર કરોડ રૂપિયાનો હતો.

ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલે કેયર્ન એનર્જીના પક્ષમાં ચૂકાદો આપતા કહ્યું કે, 1.2 અબજ ડૉલર ટેક્સની માંગ યોગ્ય નથી. ટિબ્યૂનલે ભારત સરકારને કહ્યું છે કે, કંપનીનું જે ફંડ સરકાર પાસે છે, તે વ્યાજ સહિત કંપનીને પરત કરવામાં આવે.

જણાવી દઈએ કે, ભારત સરકારે કેયર્ન ઈન્ડિયાના ટેક્સ રિફંડને રોકી રાખ્યું છે. આ સાથે જ ડિવિડન્ડ પણ જપ્ત કરી લીધુ છે અને બાકીના ટેક્સની ચૂકવણી માટે કેટલાક શેર વેચ્યા પણ છે.

હવે આ ચુકાદા બાદ સરકારને આ રકમ વ્યાજ સહિત સ્કૉટલેન્ડની ઑયલ એક્સપ્લોરર કંપનીને ચૂકવવી પડશે. જો કે ભારત સરકાર પાસે આ મામલે અપીલ કરવાનો રસ્તો હજુ બંધ નથી થયો.

ઉલ્લેખનીય છે કે, ટેક્સ મામલે કેયર્ન એનર્જીની આ જીત આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ કેસમાં ભારતની બીજી હાર છે. અગાઉ વોડાફોન પણ ભારત વિરુદ્ધ ટેક્સ વિવાદનો કેસ જીતી ચૂકી છે. એક વર્ષ સુધી ચાલેલા આ કેસનો ચુકાદો સપ્ટેમ્બરમાં આવ્યો, જેમાં ભારત સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

ભારત સરકારે વોડાફોન પાસેથી 3 અબજ ડૉલર ટેક્સની ડિમાન્ડ કરી રહી હતી. ભારત સરકારે 2012ના બજેટમાં રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લાગૂ કર્યો હતો. જે અંતર્ગત 1962 બાદ જો કંપનીની સંપત્તિ ભારતમાં છે, તો કોઈ પણ M&A પર ટેક્સ ચૂકવવો ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.

(5:23 pm IST)