Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ખેડૂત આંદોલનના ૨૮ દિવસઃ સરકાર પોતાના ઇરાદા ઉપર અને ખેડૂતો નવા કૃષિ કાયદાને પરત ખેîચવા ઉપર અડગ

નવી દિલ્હી: ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે પરંતુ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ વાત બની નથી. સરકાર પોતાના ઇરાદા પર અડગ છે તો ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. સરકારે ફરી એક વખત વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે જેની પર ખેડૂતો વિચાર કરી રહ્યા છે, જેની માટે ખેડૂતોએ પાંચ સભ્યોની એક કમિટી બનાવી છે.

UPમાં કોંગ્રેસનો થાળી પીટી આંદોલન

કિસાન દિવસ પર કોંગ્રેસનું કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન શરૂ થઇ ગયુ છે. થાળી પીટીને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યુ છે. પ્રદર્શનને જોતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે.

ખેડૂતોના સમર્થનમાં AAPનું પ્રદર્શન

ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇજરી જાહેર કરી છે. જેના અનુસાર સફદરજંગ મદ્રસાથી લોધી ફ્લાઇ ઓવર સુધી લોડી રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. આ રૂટ 3-4 કલાક સુધી બંધ રહેશે.

ખેડૂતોને મળવા પહોચ્યુ તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ

સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પહોચ્યુ છે. જેમાં પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓ બ્રાયન, શતાબ્દી રોય, પ્રસૂન બેનર્જી, પ્રતિમા મંડલ અને મોહમ્મદ નદીમુલ હક સામેલ છે. તૃણમૂલ સાંસદોનું કહેવુ છે કે અમે મુખ્યમંત્રી મમતા બેનરજીના આદેશ પર ખેડૂતોના સમર્થનમાં અહી આવ્યા છીએ.

કૃષિ મંત્રીનો પત્ર લઇ ઘરે ઘરે જશે ભાજપ કાર્યકર્તા

ખેડૂતોના આંદોલન વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવા કૃષિ કાયદાના સમર્થનમાં પોતાનું અભિયાન ઝડપી બનાવ્યુ છે. ઉત્તર પ્રદેશમાં 26 અને 27 ડિસેમ્બરે ભાજપના કાર્યકર્તા ઘરે ઘરે જશે અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરનો પત્ર બતાવી ખેડૂતોના હિતમાં કરેલા કામોને ગણાવશે.

અમે વાતચીત માટે તૈયાર- રાકેશ ટિકૈત

ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરતા ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે આજે એક મહિના કિસાન નેતા ચૌધરી ચરણ સિંહની જયંતી છે. જેને કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. કૃષિ કાયદાને લઇને ચાલી રહેલી વાતચીતથી જ સુલજાશે. જો સરકાર ઇચ્છે છે તો અમે વાતચીત માટે તૈયાર છીએ.

બોર્ડર પર વધી રહી છે ખેડૂતોની સંખ્યા

દિલ્હી પોલીસનું કહેવુ છે કે સરહદ પર સતત પ્રદર્શનકારી ખેડૂતોની સંખ્યા વધતી જઇ રહી છે પરંતુ સ્થિતિ તણાવપૂર્ણ છે. બીજી તરફ આ ગતિરોધને દૂર કરવા માટે સરકારનો પ્રયાસ ચાલુ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે જલ્દી આ સંકટનું સમાધાન મળવાની આશા છે. મંગળવારે સિંધુ બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતોએ પીએમ નરેન્દ્ર મોદીના નામે લોહીથી પત્ર લખી કાયદો પરત લેવાની માંગ કરી છે. બીજી તરફ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ મંગળવારે ફરી જામ લગાવી દીધો હતો.

28માં દિવસે પણ ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન

દિલ્હીની સરહદો પર ભેગા થયેલા ખેડૂતોનું આંદોલન 28માં દિવસ પણ ચાલુ છે. આજે ખેડૂત દિવસ છે. આ પ્રસંગે ખેડૂત સંગઠનોએ પ્રદર્શન ઝડપી કરવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે કે આજે દેશવાસી તેમના સમર્થનમાં એક સમયનું ભોજન ના કરે. આ વચ્ચે ખેડૂત દિલ્હીની સરહદ પર ભેગા થયેલા કિસાન સંગઠન બેઠક કરવાના છે જેથી આગળની રણનીતિ નક્કી થઇ શકે. ખેડૂતોએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની ઘેરાબંધી કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

(5:23 pm IST)