Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમેરિકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ અમદાવાદ આવીને કોરોના ફેલાવ્‍યો તો શું હવે બ્રિટનના પીએમ જોનસન પણ દિલ્‍હી આવશે ? ‘સામના'માં શિવસેનાનો કટાક્ષ

મુંબઇ: શિવસેનાના મુખપત્ર સામનામાં એડિટોરિયલમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને બ્રિટિશ પીએમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એડિટોરિયલમાં લખવામાં આવ્યુ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવીને કોરોના ફેલાવ્યો હતો તો શું હવે બ્રિટનના પીએમ જોનસન પણ દિલ્હી આવશે?

ટ્રમ્પે કોરોના ફેલાવ્યો

સામનામાં લખ્યુ છે કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા અને ટ્રમ્પ સાથે આવેલા લોકોએ કોરોના ફેલાવવાનું કામ કર્યુ, માટે ટ્રમ્પની તુલનામાં સજ્જન અને સરળ જોનસન શું કરશે, આ સવાલ છે? જૂનુ કોરોના ચીન નિર્મિત હતું માટે અમેરિકાના ટ્રમ્પે ચીન સાથે ઝઘડો શરૂ કર્યો. હવે ટ્રમ્પની જગ્યાએ જો બિડેન આવ્યા છે. બિડેને જાહેરમાં કોરોનાની રસી લીધી હતી પરંતુ આ રસી પહેલા કોરોના વાયરસની છે. બીજા કોરોના માટે આ રસી સફળ થશે?

બહિષ્કૃત થયુ બ્રિટન

સામનામાં લખ્યુ છે કે એક સમય ગ્રેટ બ્રિટેને દુનિયાભરમાં રાજ કર્યુ. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય ઢળતો નહતો, આવુ ગર્વ સાથે કહેવામાં આવે છે, તે બ્રિટનમાં કોરોના વાયરસ સંક્રમણ થઇને નવા અવતારમાં સામે આવ્યુ, જે બાદ આખી દુનિયાએ બ્રિટનનો બહિષ્કાર જ કરી દીધો છે. બ્રિટનથી આવનારી ફ્લાઇટ પર રોક લગાવી દેવામાં આવી છે. બ્રિટનથી આવતા દરેક મુસાફરને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. બ્રિટનના વાયરસનો ડર એટલો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નાઇટ કરફ્યૂ લગાવી દીધો છે. જેને કારણે ફરી એક વખત મુંબઇ- ઠાણે-પૂણે જેવા શહેરોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

નવા કોરોનાથી ડરવાની જરૂર નથી

બ્રિટનમાં સામે આવેલો નવા વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, માટે બ્રિટન સહિત કેટલાક યૂરોપીય દેશોએ ફરી લોકડાઉન શરૂ કર્યુ છે. સ્પેન,ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા દેશમાં ચિંતાનો માહોલ છે. બ્રિટિશ કોરોના ઇટાલીમાં પણ પહોચી ગયો છે. આપણા દેશખના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અનુસાર નવા વાયરસથી ડરવાની જરૂર નથી, દેશ એલર્ટ છે.

(5:15 pm IST)