Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભારતનો ક્‍યારે નંબર આવશે મોદીજી ? વિશ્વમાં 23 લાખ લોકો સુધી કોરોના વેક્‍સીન પહોંચતા રાહુલ ગાંધીને સવાલ કર્યા

નવી દિલ્હી: અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન સહિત કેટલાક દેશોમાં કોરોના વેક્સીનને ઇમરજન્સી એપ્રુવલ મળી ગયુ છે અને લોકો પર તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. ભારતમાં આવતા મહિના સુધી રસી ઉપલબ્ધ થવાની આશા છે. કોરોના વેક્સીનને લઇને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વિશ્વમાં 23 લાખ લોકો સુધી કોરોના વેક્સીન પહોચી ચુકી છે. ચીન, યુએસ, યુકે અને રશિયાએ શરૂઆત કરી દીધી છે, ભારતનો નંબર ક્યારે આવશે મોદીજી?

ભારતમાં કેટલીક વેક્સીનને ડેવલપ કરવાનું કામ ચાલી રહ્યુ છે. બે વેક્સીન ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહી છે. આવતા અઠવાડિયે એસ્ટાજેનેકા/ઓક્સફર્ડની કોરોના વેક્સીનનું એપ્રૂવલ મળી શકે છે. લોકલ મેન્યુફેક્ચરરે તંત્ર પાસે વધારાનો ડેટા મોકલ્યો છે. બ્રિટનની દવા કંપનીની આ રસીને મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ હોઇ શકે છે.

અમેરિકા અને બ્રિટને રસીને મંજૂરી તો આપી દીધી છે પરંતુ અહી પુરવઠો ઘણો ધીમો છે. ભારતમાં ત્રણ કંપનીઓએ ઇમરજન્સી એપ્રૂવલ માટે એપ્લાય કર્યુ હતું. સીરમ ઇંસ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ નવા ડેટા સરકાર સામે રજૂ કર્યા છે અને ઇમરજન્સી એપ્રૂવલ માંગ્યુ છે. બીજી તરફ બ્રિટનમાં પણ જલ્દી આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી શકે છે.

ઓક્સફર્ડ વેક્સીન વિકાસશીલ દેશો માટે વધુ ઉપયોગી છે કારણ કે તેને આસાનીથી સંરક્ષિત કરવામાં આવી શકે છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ આસાન છે. ગરમ દેશોમાં પણ તેને આસાનીથી સુરક્ષિત રાખવામાં આવી શકે છે. ભારતનું સેંટ્ર ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને (CDSCO) 9 ડિસેમ્બરે આપવામાં આવેલી અરજીની સમીક્ષા કરી હતી અને સીરમ ઇંસ્ટિટ્યૂટ સહિત અન્ય કંપનીઓ પાસે ડેટા માંગ્યા હતા. મહત્વપૂર્ણ છે કે સીરમ ઇંસ્ટિટ્યૂટ વિશ્વનું સૌથી મોટુ વેક્સીન મેન્યુફેક્ટરર છે, જેને તમામ ડેટા સોપી દેવામાં આવ્યા છે. અત્યારે ફાઇજર અને ભારત બાયોટેક તરફથી ડેટાની રાહ જોવાઇ રહી છે.

(5:14 pm IST)