Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આપણામાં નકારાત્‍મક ભાવનાનો સંચાર થાય તો શારીરિક-આર્થિક અને માનસિક તણાવની સ્‍થિતિ સર્જાઇઃ જ્‍યોતિષ દ્રષ્‍ટિએ ધ્‍યાન રાખવા જેવી બાબતો

નવી દિલ્હી: જો કોઈને ખરાબ નજર લાગી જાય અથવા તો નેગેટિવ એનર્જી હાવી થઈ જાય તો તે માણસ તરત બીમાર પડી જાય છે. તેનાથી રોજિંદા જીવનની પરેશાનીઓ વધી જાય છે. આપણા દૈનિક જીવનમાં અનેક કામ એવા છે, જેના કારણે તમે ખરાબ નજર કે પછી નેગેટિવ એનર્જી તમારા પર હાવી થઈ શકે છે. જેનાથી આપણી અંદર નકારાત્મક ભાવનાનો સંચાર થાય છે. વ્યક્તિએ શારીરિક, આર્થિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો છે જે આપણને આ ખરાબ શક્તિઓથી બચાવે છે. જાણો તે વિશે...

સ્વચ્છતા જરૂરી

સ્વચ્છતા સનાતન ધર્મમાં ખુબ મહત્વ ધરાવે છે. જોઈ વ્યક્તિ સ્વચ્છ ન રહે તો નકારાત્મકતા તેના પર હાવી થઈ શકે છે. ખરાબ નજરથી બચવા માટે રોજ સવારે જલદી ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ કપડાં પહેરવા અને તમારી આસપાસનો માહોલ અને વિચાર પણ સ્વચ્છ રાખવા.

ગર્ભવતી મહિલાઓ સૂમસામ જગ્યાએ જવાથી બચે

ગર્ભવતી મહિલાઓ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ગર્ભવતી મહિલાઓએ સૂમસામ જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ. પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરીને તેઓ ખરાબ નજર થી બચી શકે છે.

નબળી ઈચ્છાશક્તિ

જે લોકોની ઈચ્છાશક્તિ નબળી હોય છે તેઓ નાની વાતમાં ડરી જાય છે. આવા લોકો હંમેશા નકારાત્મક વિચારતા રહે છે અને ખરાબ શક્તિઓની પકડમાં જલદી આવી જાય છે. આથી તમારી ઈચ્છા શક્તિ રાખવી જોઈએ.

વધુ પડતું સુગંધિત અત્તર ન લગાવવું

કેટલાક લોકો ખુબ જ વધારે પરફ્યૂમ કે અત્તર લગાવે છે અને સૂમસામ જગ્યાઓ પર જાય છે. આવા લોકો પર ખરાબ શક્તિઓ જલદી અસર કરે છે. તેમને ખરાબ નજર પણ જલદી લાગી જાય છે.

(5:10 pm IST)