Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

૨૮ વર્ષ બાદ સિસ્ટર અભયા હત્યા કેસમાં ચુકાદોઃ પાદરી અને નનને આજીવન કેદની સજા

કેરળની વિશેષ સીબીઆઈ કોર્ટે સિસ્ટર અભયાના મર્ડર કેસમાં બન્ને દોષિતોને પાંચ લાખનો દંડ પણ કર્યો

તિરુવનંતપુરમ, તા.૨૩: કેરળની વિશેષ સીબીઆઈ કોર્ટે ૨૮ વર્ષ જૂના સિસ્ટર અભયા મર્ડર કેસમાં હત્યાના દોષી પાદરી અને આજીવન કેદની સજા સંભળાવી છે. મંગળવારે કોર્ટે આ કેસાં ફાધર થોમસ કોટ્ટૂર અને નન સિસ્ટર સેફીને સિસ્ટર અભયાની હત્યાના કેસમાં દોષી ઠેરવ્યા હતા. કેરળના કોટ્ટાયમના એક કોન્વેન્ટમાં વર્ષે ૧૯૯૨માં થયેલી આ ઘટનાનો ૨૮ વર્ષે ચુકાદો આવ્યો છે.

સીબીઆઈ કોર્ટે કેથોલિક ફાધર થોમત કોટ્ટૂર અને નન સિસ્સટ સેફીને આ હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. કોટ્ટૂરને કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદ સાથે પાંચ લાખનો દંડ પણ કર્યો છે. જયારે પુરાવાનો નાશ કરવા બદલ સાત વર્ષની જેલ અને કોન્વેન્ટમાં બિન-અધિકૃત રીતે દ્યુસવા માટે આજીવન કેજની સજા કરવામાં આવી છે.

બીજીતરફ સિસ્ટર સેફીને કલમ ૩૦૨ હેઠળ મર્ડર બદલ આજીવન કેદ સાથે પાંચ લાખ દંડ કરાયો છે. પુરાવાનો નાશ કરવા બદલ સાત વર્ષની સજા પણ કરાઈ છે. સિસ્ટર સેફી તે સમયે કોન્વેન્ટની ગૃહમાતા હતી જયાં સિસ્ટર અભયા રહેતી હતી.

કેરળના કોટ્ટાયમમાં સેન્ટ પાયસ કોન્વેન્ટમાં રહેતી સિસ્ટર અભયાનું સંદિગ્ધ હાલતમાં મોત થયું હતું. ૨૮ વર્ષ બાદ તિરુવનંતપુરમની વિશેષ સીબીઆઈ કોર્ટે બુધવારે આ કેસમાં પાદરી થોમસ અને નન સિસ્ટર સેફીને હત્યાના દોષી ઠેરવવા બદલ આજીવન કેદની સજા અને ૫ લાખનો દંડ કર્યો છે. અભયા બીસીએમ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને કોન્વેન્ટમાં રહેતી હતી. આ કેસમાં અન્ય આરોપી પાદરી પુથ્રીક્કયીલને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.  

આ કેસની તપાસ અગાઉ સ્થાનિક પોલીસ અને રાજયની ગુનાહિત શાખા દ્વારા કરી હતી જેમાં બન્નેએ અભયાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ૨૯ માર્ચ ૧૯૯૩ના સીબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી હતી. ૨૭ માર્ચ ૧૯૯૨ના અભયાએ પાદરી થોમસ અને નન સિસ્ટર સેફીને કથિત રીતે કઢંગી હાલતમાં જોઈ લીધો હોઈ તેની કુહાડીના ઘા મારીને હત્યા નિપજાવીને લાશ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી.

(3:43 pm IST)