Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કર્ણાટકમાં બીજી જાન્યુઆરી સુધી નાઇટ કફર્યૂઃ નવા વર્ષની ઊજવણી જાહેરમાં કરવા પર બેન

કોરોનાનો ચેપ રોકવા લેવાયેલું પગલું

બેંગાલુરુ તા.૨૩: કોરોનાનો ફેલાવો રોકવા અને ઇસાઇ નવા વર્ષની જાહેર ઊજવણી નિમિત્ત્।ે થતી ભીડ નિવારવા કર્ણાટક રાજય સરકારે કર્ણાટકમાં બીજી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લાદ્યો હતો. આજથી બીજી જાન્યુઆરી સુધી રાત્રે ૧૦દ્મક સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે એવી જાહેરાત રાજય સરકારે કરી હતી.

અત્યાર અગાઉ આવા જ પ્રકારની જાહેરાત મહારાષ્ટ્ર રાજય સરકારે કરી હતી. ફરક માત્ર એટલો હતો કે મહારાષ્ટ્રે પાંચમી જાન્યુઆરી સુધી કર્ફ્યૂ લાદ્યો હતો. કર્ણાટકે બીજી જાન્યુઆરી સુધી કર્ફ્યૂ લાદ્યો.

યૂરોપના દેશોમાં બીજા પ્રકારનો કોરોના ફેલાઇ રહ્યાના અહેવાલો ધ્યાનમાં રાખીને કર્ણાટકની સરકારે બ્રિટનથી આવતા લોકોનું એરપોર્ટ પર ચેકિંગ કરવાનો આદેશ પણ આપ્યો હતો. ૨૨ ડિસેંબરથી કર્ણાટકમાં આવતા દરેક વિદેશીની આકરી મેડિકલ તપાસ એરપોર્ટ પર જ કરવામાં આવશે અને જરૂર પડ્યે તેમને કવોરંટાઉનમાં રાખવામાં આવશે.

(3:42 pm IST)