Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ખેડૂત આંદોલન : આવતીકાલે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ ભવન સુધી કરશે કૂચ

હવે કોંગ્રેસ પણ આંદોલનને લઇને બની આક્રમક

નવી દિલ્હી તા. ૨૩ : કૃષિ કાયદાઓને લઈને સરકાર સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂતોના આંદોલનને લઈને હવે આક્રમક થઈ રહી છે.ખેડૂત આંદોલનના કારણે દેશમાં રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા સતત સરકાર પર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી હવે દિલ્હીમાં આવતીકાલે હલ્લાબોલ કરવાના છે. રાહુલ ગાંધી પહેલેથી જ આ કાયદાઓને કાળા કાયદા તરીકે સરખાવે છે ત્યારે હવે આવતીકાલે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ દિલ્હીમાં માર્ચ કરશે.

કૃષિ કાયદાઓને લઈને આવતી કાલે રાહુલ ગાંધી સવારે ૧૦.૪૫ વાગે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં અન્ય કોંગ્રેસી સાંસદો પણ તેમાં ભાગ લેશે ને તે બાદ રાહુલ ગાંધી અને મોટા નેતાઓ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરશે. કોંગ્રેસના સાંસદ સુરેશે આ જાણકારી આપી છે અને કહ્યું કે કરોડ હસ્તાક્ષર યુકત મેમોરેન્ડમ પણ રાષ્ટ્રપતિને આપવામાં આવશે.

સંયુકત કિસાન મોરચાએ પાંચ સદસ્યોની કમિટી બનાવી છે અને આ કમિટીમાં પ્રેમ સિંહ ભંગૂ, હરેન્દ્ર સિંહ અને કુલદીપ સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓ દ્વારા કમિટી દ્વારા બનાવાવનો ઉદ્દેશ કે છે કે સરકાર સાથે વાત કરવાની છે કે નહીં. આ કમીટી દ્વારા આંદોલનને લઈને આગામી સમયમાં રૂપરેખા નક્કી કરવામાં આવશે.

આ કમિટી દ્વારા સરકારના પ્રસ્તાવ પર ડ્રાફટ તૈયાર કરવામાં આવશે અને તે બાદ તે ડ્રાફટને લઈને ૪૦ જેટલા ખેડૂત સંગઠનો મિટિંગ કરશે. આ મિટિંગમાં ડ્રાફટ અંગે ચર્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે આજે ખેડૂતો દ્વારા બપોરે ૨.વાગે બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે કે સરકાર સાથે વાતચીત કરવામાં આવે કે નહીં.

નોંધનીય છે કે ખેડૂતો આજે બેઠકમાં નિર્ણય લે તે પહેલા જ ખેડૂતોના મોટા અગ્રણી ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકેતે કહ્યું છે કે તે સરકાર સાથે વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આજે મહાન ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહની જયંતી છે અને આજે ખેડૂત દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોના મુદ્દાઓનું સમાધાન વાતચીતના માધ્યમથી જ આવશે. સરકારની ઈચ્છા છે કે વાતચીત કરવામાં આવે પણ અમે કાયદા પાછા થાય તેવી માંગ કરી રહ્યા છે તેમાં સુધારા વધારા નહીં.

(3:41 pm IST)