Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફોર્ચ્યુનર કાર આવી જાય તેટલી મોંઘી સાડી પહેરીને લગ્નમાં પહોંચી ઊર્વશી રાઉતેલા

૫૫ લાખ રૂપિયાની સાડી

 મુંબઇ,તા.૨૩ : બોલિવુડ એકટ્રેસ ઉર્વશી રાઉતેલા ગ્લેમર વર્લ્ડની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે. એકટ્રેસના તીખા નૈન નકશ અને ચુલબુલી સ્માઇલ તેમજ વાત કરવાની રીત દરેકને તેના પર લટ્ટૂ બનાવી દેવા પૂરતા છે. હાં, એ વાત અલગ છે કે આટલા બધા એકસપોઝર પછી પણ ઉર્વશી ફેશનનિસ્ટાના લિસ્ટમાં તે જગ્યા નથી બનાવી શકી જે તેના પછી આવેલી એકટ્રેસીસે મેળવી છે. એક તરફ જયાં અભિનેત્રીના કયુટ લુકસ ચર્ચામાં રહે છે. તો કયારેક કયારેક અલગ જ ડ્રેસિંગ સેંસના કારણે લોકોના નિશાને આવી જાય છે.

 પરંતુ જયારે વાત સૌથી વધુ ફેશનેબલ દેખાવની આવે તો તેની પાછળ આ સુંદરી રૂપિયા ખર્ચતા જરા પણ પાછી ફરતી નથી. હાલમાં જ કેટલાક દિવસો પહેલા ઉર્વશી નેહા કક્કડના લગ્નમાં ખૂબ જ મોંઘો લહેંગો પહેરીને આવી હતી. આવી જ રીતે ફરી એકવાર એકટ્રેસે એવા આઉટફીટને પસંદ કર્યું જેને લેવું તો દૂર તમે સપને વિચારી પણ શકો નહીં.

બોલરૂમ ગાઉનથી માંડીને વૈભવી લહેંગા, ઇયરિંગ્સથી માંડીને ભારે ઘરેણા સુધી તમામને પોતાના વોર્ડરોબના એક ભાગ બનાવી ચૂકેલી ઉર્વશી રાઉતેલાને નજીકથી જાણતા લોકો સારી રીતે જાણતા હશે કે એકટ્રેસ પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને જાળવી રાખવા માટે લાખો રૂપિયા ખર્ચ કરતા અચકાતી નથી. ઉર્વશી પોતાના પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે ૫૫ લાખ રૂપિયાની સાડી પહેરી હતી, જયારે હવે આ એકટ્રેસે પોતાના મિત્ર રાંઝા વિક્રમસિંહ અને સિમરન કૌરના લગ્નમાં સ્ટાઇલિશ સાડી પાછળ ૨૦ લાખ રૂપિયા સુધી ઉડાવી નાખ્યા.હકીકતમાં તે પોતાના ખાસ મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે પંજાબ આવી હતી, જેના માટે તેણે Sherina Dalamal અને Payal Asnaniના   ફેશન લેબલ Cherie D દ્વારા ડિઝાઇન કરેલી મિન્ટ ગ્રીન રફલ સાડી પસંદ કરી હતી. ઉર્વશીની આ કસ્ટમ મેડ સાડીનો નીચેનો ભાગ ખૂબ જ સરળ હતો, જેને રેડીમેડ પ્લેટેડમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચાંદીની ભાતને રફલ પલ્લુથી વણીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જેથી સાડીને એક રસપ્રદ ટ્વિસ્ટ મળી શકે અને તેની સાથે હેવી મેલિશ્ડ બ્લાઉઝ હતું. ઉર્વશીની આ શિફોન સાડીના બ્લાઉઝને એટ્રેકિટવ લૂક આપવા માટે હાથની જટિલ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી, જેમાં હોલ્ટર નેકલાઇન સાથે સાથે પાછળની તરફ ફ્રન્ટ નોટ બનાવવામાં આવ્યો હતો. પોતાનો લુક પૂરો કરવા માટે ઉર્વશીએ સ્મોકી આઇ, બીમિંગ હાઇલાઇટર અને કોરલ લિપ શેડને સટલ મેકઅપ સાથે પસંદ કર્યો હતો, જેની સાથે મેસી બન અને કોહલ આંખ એકટ્રેસને સૌથી સુંદર બનાવવાની કોઈ તક છોડી રહી નહોતી.

 તમને જણાવી દઈએ કે ઉર્વશીએ જે મિન્ટ ગ્રીન સાડી પહેરી હતી તે ૨૦૨૦થી મિન્ટ રેઇનબો સાડી નું કલેકશન છે, જેની કિંમત ઘણી આશ્ચર્યજનક છે. ઉર્વશી રેટેલાના ડિઝાઇનર સાંચી જુનેજાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ સ્પેશિયલ મિન્ટ ગ્રીન સાડીની કિંમત ૮૭ હજાર રૂપિયા છે, જે ઘણી વધારે છે. પરંતુ તેનાથી પણ વધારે એકટ્રેસની જવેલરીની કિંમત છે. જણાવી દઈએ કે ઉર્વશીએ ભારતીય ફેશન જવેલરી ડિઝાઇનર રોહિત ઇચિપિલાનીના ડિઝાઇન કરેલા કાનમાં હેવી સોલિટેર ઇયરિંગ્સ લગાવીને આ સુંદર સાડીમાં ચાર ચાંદ લગાવ્યા હતા, જેની કિંમત લગભગ ૧૫ લાખ રૂપિયા હતી.

(3:39 pm IST)