Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

IPO-2020 : કોરોનાકાળમાં પણ રોકાણકારોને મળ્યું જબરદસ્ત વળતરઃ વર્ષ ૨૦૨૧માં પણ રહેશે IPOની ભરમાર

મુંબઇ, તા.૨૩: વર્ષ -૨૦૨૦ શેરબજાર માટે યાદગાર વર્ષોમાંનું એક રહેશે.કોરોનાએ અર્થતંત્રને કમરતોડ ફટકો માર્યો છે છતાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ -IPO દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદથી રોકાણકારો ખુશી વ્યકત કરી રહ્યા છે. આ વર્ષે IPOએ સરેરાશ ૪૨% વળતર આપ્યું છે.

IPO એ રોકાણકારોને કર્યા માલામાલ

આ વર્ષે શેર બજારમાં બર્ગર કિંગ, હેપ્પીસ્ટ માઇન્ડ્સ અને રૂટ મોબાઈલ સહિત ૧૩ IPO એવા આવ્યા જેમણે રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. બર્ગર કિંગને ૧૩૧% અને હેપ્પીસ્ટ માઇન્ડ્સના ૧૨૩%ના પ્રીમિયમ પર લિસ્ટેડ કરાઈ હતી. IPOના માધ્યમથી ૧૩ કંપનીઓએ આ વર્ષે ૨૬,૧૮૪ કરોડ રૂપિયા ઉભા કર્યા છે જે વર્ષ ૨૦૧૮ પછી સૌથી વધુ છે. વર્ષ ૨૦૨૧ માં લગભગ બે ડઝન કંપનીઓ IPO આવી રહ્યા છે. કલ્યાણ જવેલર્સ, રેલટેલ, એનએસઈ, NCDEX, ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન, બાર્બેકયુ નેશન, ચ્લ્ખ્જ્ સ્મોલ ફાઇનાન્સ બેંક, બજાજ એનર્જી લિમિટેડ, પાવરિકા લિમિટેડ, એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, ટીસીઆઈએલ લિમિટેડ, સ્ટડ્સ એસેસરીઝ લિમિટેડ, ઝોમેટો , ગ્રોફર્સ, નર્મદા બાયોકેમ લિમિટેડ ane સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડનો સમાવેશ થાય છે.

IPO શું છે ?

જયારે કોઈ કંપની પોતાનો સામાન્ય સ્ટોક અથવા શેર પ્રથમ વખત જાહેર કરે છે ત્યારે તેને ઇપો એટલેકે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે. આ આઈપીઓ લિમિટેડ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવે છે જેથી તેઓને શેર બજારમાં લિસ્ટેડ કરી શકાય. શેરબજારમાં લિસ્ટ થયા પછી કંપનીના શેરને શેર બજારમાં ખરીદી શકાશે.

IPO કેમ ઓફર કરાય છે ?

જયારે કોઈ કંપનીને વધારાની મૂડીની જરૂર હોય ત્યારે તે IPO જારી કરે છે. આ આઈપીઓ કંપની ભંડોળનો અભાવ હોવા છતાં પણ જારી કરી શકે છે. બજારમાંથી ઉધાર લેવા કરતાં IPO દ્વારા પૈસા એકત્રિત કરવાનું વધુ સારું પગલું મનાય છે. IPO કોઇપણ કંપનીની વિસ્તરણ યોજના હોઈ શકે છે. શેરબજારમાં લિસ્ટેડ થયા પછી કંપની અન્ય શેરમાં તેના શેરનું રોકાણ પણ કરી શકે છે.

(3:39 pm IST)