Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

તુર્કીમાં મળ્યો ૯૯ ટન સોનાનો ભંડારઃ કિંમત અધધધ રૂ.૪૪૦૦૦ કરોડ

સોનાનો જથ્થો અનેક દેશોના જીડીપી કરતા પણ વધુ હોવાનો ધડાકો

નવી દિલ્હી, તા. ર૩ :  તૂકીમાં સોનાનો એક મોટો ખજાનો મળ્યો છે. તનો કુલ વજન ૩.પ મિલિયન ઔંસ એટલે કે અંદાજે ૯૯ ટન માપવામાં આવી રહ્યું છે. જો કિ઼મતની વાત કરવામાં આવે તો આ સોનું આજે ૬ અરબ ડોલર એટલે કે અંદાજે ૪૪ હજાર કરોડ રૂપિયાનું છે. આ વાતની સુચના તૂર્કીની  જ એક ન્યુજ એજન્સીએ આપી છે. જો કે સોનાનો ખજાનો મળ્યો એવા અહેવાલો રોજ આવે છે. આ અહેવાલે દરેક ધ્યાન ખેંચ્યુ છે કારણ ઘણા એવા દેશો છે જેની ઇકોનોમી પણ આ ખજાનાથી ઓછી છે.

માલદીવ્સ ૪.૮૭ અરબ ડોલર, લાઇબેરિયા ૩.ર૯ અરબ ડોલર, ભૂટાન ર.પ૩ અરબ ડોલર, બુરુંડી ૩.૧૭ અરબ ડોલર અને લેસોયો ર.પ૮ અરબ ડોલર જેવા દેશોની ઇકોનોમીક પણ તુર્કીમાં મળેલા આ ખજાનાથી નાનો છે.

આ ખજાનો પશ્ચિમી મધ્ય વિસ્તારના સોગટમાં મળ્યો છે. એગ્રિકલ્ચરલ ક્રેડિટ ક્રો ઓપરેટીવ્સ ઓફ તુર્કી અને ગુબરેટાસ ફર્નીલાઇઝર પ્રોડકશન ફર્મના પ્રમુખ છે. તેમને આ જાણકારી આપી છે.

(3:38 pm IST)