Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોરોનાના નવા રૂપની ઓળખ પડકાર રૂપ : બ્રિટનથી આવનાર દરેકના સેમ્પલની કરાશે જીનોમ સીકવન્સીંગ

નવી દિલ્હી,તા. ૨૩: કોરોના વાયરસનું નવું રૂપ મળ્યા પછી બ્રિટનથી આવનારા બધા લોકોના સેમ્પલની જીનોમ સીકવન્સીંગ ફરજીયાત કરી દેવાયું છે. નવા સ્ટ્રેન અંગે ખબર પડ્યા પછી તેની ભાળ મેળવવી મોટા પડકાર રૂપ છે કેમ કે ભારતમાં અત્યાર સુધીમાં ૧૬ કરોડથી વધારે સેમ્પલોની તપાસ થઇ ચૂકી છે. તેમાંથી ફકત ચાર હજાર સેમ્પલોની જ ેજેનોમ સીકવન્સીંય થઇ શકી છે. જેનોમ સીકવન્સીંગ દ્વારા ખબર પડે છે કે સેમ્પલમાં ઉપસ્થિત કોરોના વાયરસનો સ્ટ્રેન કર્યો છે. જે ચાર હજાર સેમ્પલોની સીકવન્સીંગ કરાઇ હતી તેમાં ૧૦ પ્રકારના કોરોનાના સ્વરૂપો પણ મળ્યા જેમાંથી એક એકઆઇ સ્વરૂપ છે જે ભારતમાં સૌથી વધારે ઝડપથી પ્રસારીત થનાર રૂપ છે. હૈદ્રાબાદ સ્થિત સીસીએબીની લેબમાં જુનથી જ સીકવન્સીંગ થઇ રહી છે. સીસીએમબીના ડાયરેકટર ડો. રાકેશ મિશ્રાએ કહ્યું કે બ્રિટનમાં જે નવું સ્વરૂપ મળ્યું છે તે ભારતમાં આવનારાઓમાં છે કે નહીં તેની ખબર આરટી -પીસીઆઇ અથવા અન્ય ટેસ્ટમાં નથી થતી. જ્યારે સેમ્પલની જીનોમ સીકવન્સીંગ થાય ત્યારે જ તેની ખબર પડે છે.

(3:37 pm IST)