Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ડ્રેગન ફ્રુટની ખેતીથી ખેડૂતો માલામાલ : ઓછા ખર્ચે વધુ નફો મેળવતા જગતાત

ખેડૂત દિવસ : વિદેશમાં ભારે માંગ, અનેક રોગમાં ઉપયોગી એવા : બજારમાં ર૦૦ થી પ૦૦ રૂપિયે કિલો વેચાય છે : પાણી પણ ઓછુ આપવું પડે છે

લખનૌ, તા. ર૩ :  આખા દેશમાં આજે ખેડૂત દિવસ મનાવાઇ રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ચરણસિંહની યાદમાં કિસાન દિવસ ઉજવાય છે. આજે જયારે ર૭ દિવસથી ખેડૂતો કૃષી બીલનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મિર્ઝાપુરના ખેડૂતો પોતાની પારંપરીક ખેતી છોડી ડ્રેગન ફ્રુટની ખેતીથી માલામાલ થઇ રહ્યા છે. ડ્રેગન ફ્રુટની દેશ-વિદેશમાં ભારે માંગ છે. તેનો પાક ૧પ મહિનામાં તૈયાર થઇ જાય છે.

ડ્રેગન ફ્રૂટનું એક વૃક્ષ ૩૦ વર્ષ સુધી ફળ આપે છે. અને બજારમાં ર૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાય છે. માંગ વધવાથી ભાવ પ૦૦ રૂપિયા સુધી પહોંચે છે. ડ્રેગન ફ્રુટ ઘણી બીમારીઓમાં ઉપયોગી છે. ખેડૂતોએ પારંપરીક ખેતી છોડી નફાવાળા પાક, ફળો અને શાકભાજી ઉગાડી રહ્યા છે.

થાઇલેન્ડ, મલેશીયા અને શ્રીલંકામાં મળતુ ફળ જેટલું પૌષ્ટીક છે એટલું મોંધુ પણ છે. સ્થાનિક બજારોની સાથે સુપર માર્કેટમાં પણ માંગ સતત રહે છે. એક એકરની વાવણીમાં પાંચ લાખનો ખર્ચ થાય છે. આના માટે કોઇ જંતુનાશકની જરૂર નથી પડતી ઉપરાંત પાણી પણ ઓછું દેવું પડે છે.  ડ્રેગન ફ્રુટ ગુલાબી રંગનું સ્વાદીષ્ટ ફળ છે. સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેમાં એન્ટી ઓકસીડેન્ટ ગુણ મોટી સંખ્યામાં હોય છે. ડ્રેગન ફ્રુટમાં વિટામીન સી, પ્રોટીન, કેલ્શીયમ અને ફાઇબર ભરપુર માત્રામાં હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ થાય છે. અને કોશીકાઓ તથા હૃદયની રક્ષામાં મદદ મળશે. છે.

(3:03 pm IST)