Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

હડતાલ દરમિયાન વકીલોને કાળો કોટ ,ગાઉન ,કે ટાઈ નહીં પહેરવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ : કોર્ટ પરિસરમાં પહેરવાનો ગાઉન પરિધાન કરી શેરી ગલીમાં હડતાલ પાડી શકાય નહીં : કોર્ટમાં હાજર રહેતી વખતે ડ્રેસ કોડનું પાલન જરૂરી

મદ્રાસ : મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટિસની ખંડપીઠે  બાર કાઉન્સિલને સૂચના આપી જણાવ્યું છે કે વકીલો હડતાલ દરમિયાન કાળો કોટ ,ગાઉન ,કે ટાઈ પહેરી શકશે નહીં. કોર્ટ પરિસરમાં પહેરવાનો ગાઉન પરિધાન કરી શેરી ગલીમાં હડતાલ પાડી શકાય નહીં .

નામદાર કોર્ટએ તામિલનાડુ તથા પોન્ડિચેરી બાર કાઉન્સિલને ઉપરોક્ત આદેશ આપ્યો છે.

કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં જણાવ્યા મુજબ કોર્ટ પરિસરમાં પહેરવાની વસ્તુ  વકીલો દ્વારા શેરી ગલીમાં પાડવામાં આવતી હડતાલ સમયે જોવા મળે છે.બીજી બાજુ તેઓ કોર્ટ પરિસરમાં પહેરવાના થતા કોટ,કે ગાઉન ,કે ટાઈ પણ પહેરીને આવતા કે ડ્રેસ કોડનું પાલન કરતા ઘણીવાર જોવા મળતા નથી.જે બાબત વકીલોની તથા નામદાર કોર્ટની છબી ખરાબ કરવા સમાન છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ ન્યાય મંદિરમાં વકીલો ટી શર્ટ કે જીન્સ પેન્ટ પહેરીને આવી શકે નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:37 pm IST)