Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શનિથી સોમ જમ્મુ- કાશ્મીર, લદાખ અને ઉતરાખંડમાં વરસાદઃ બરફવર્ષા પડશે

આ વર્ષના છેલ્લા દિવસોમાં ગુજરાત સહિત છતિસગઢ, મહારાષ્ટ્રમાં ઠંડીનો જોરદાર રાઉન્ડઃ સ્કાયમેટ

નવીદિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી શનિ થી સોમ જમ્મુ- કાશ્મીર, લદાખ અને ઉતરાખંડ તેમજ પહાડી પ્રદેશોમાં વરસાદ, બરફવર્ષા પડશે. જેની અસરથી ગુજરાત સહિત છતિસગઢ, મહારાષ્ટ્રમાં ઠંડીમાં જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે.

એક સરકયુલેશન મેદાની વિસ્તારોમાં છવાયેલું છે. ઉત્તર- પશ્ચિમના વિસ્તારોમાં ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા નથી. જો કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહારમાં આગામી બે- ત્રણ ઠંડીનો દોર જોવા મળશે.

આવતીકાલે ૨૪મીના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ- કાશ્મીર નજીક પહોંચશે. જો કે આ સિસ્ટમ્સ મજબૂત નથી. જેથી ઉત્તર ભારતમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે નહી. જો કે પહાડી વિસ્તારો  જેમ કે જમ્મુ- કાશ્મીર, ગિલગીટ, પાકિસ્તાન, લદાખ અને હિમાચલ પ્રદેશમાં વાદળો છવાશે અને કયાંક- કયાંક વરસાદ પડશે.

ત્યારબાદ ૨૬મીએ સક્રીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આવશે. જેની અસરથી પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે. પંજાબ, હરીયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. દિલ્હી એનસીઆરમાં વાદળો  છવાશે. તા.૨૬, ૨૭ હળવા વરસાદની પણ શકયતા છે.

મધ્ય ભારતમાં ઓડીસ્સા થી છતિસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી ૨૪ થી ૪૮ કલાક બાદ લઘુતમ તાપમાનમાં વધારો થવાની શકયતા છે એટલે કે ઠંડીમાં ઘટાડો થશે. ત્યારબાદ તા.૨૭, ૨૮ ડિસેમ્બરથી ફરી ઘટાડો આવશે. તા.૩૦, ૩૧ના પણ ઠંડીનું જોર જોવા મળશે.

(12:37 pm IST)