Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બિહારમાં માઝા મૂકતી ગુંડાગીરી : રાજધાની પટણામાં સરાજાહેર 22 વર્ષીય શિક્ષિકા યુવતીનું અપહરણ : 20 જેટલા ગુંડાઓ ઘરમાં આવી બંદૂકની અણીએ યુવતીનું અપહરણ કરી ગયા : પડોશના લોકો દોડી આવતા તેમના ઉપર હવામાં ફાયરિંગ કર્યું : યુવતીના ઘરની બાજુમાં રહેતા મોહંમદ નામક યુવાન ઉપર આરોપ : સીસીટીવી કેમેરાના આધારે પોલીસ તપાસ ચાલુ

પટણા : બિહારની રાજધાની પટણામાં ગુંડાગીરોનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.જે મુજબ ફુલવારી શેરીમાં રહેતી એક 22 વર્ષીય શિક્ષિકા યુવતીનું ગુંડા લોકો સરાજાહેર અપહરણ કરી ગયા છે.

જે મુજબ 20 જેટલા ગુંડાઓ કારમાં યુવતીના ઘરમાં ઘુસ્યા હતા.અને બંદૂકની અણીએ યુવતીનું અપહરણ કરી ગયા હતા.ઘરના લોકોએ બુમાબુમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા.અને યુવતીને છોડાવવાની કોશિશ કરી હતી.પરંતુ ગુંડાઓ તેમના ઉપર હવામાં પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કરી નાસી છૂટ્યા હતા.
દરમિયાન પોલીસ આવી પહોંચતા તુરંત સીસીટીવી કેમેરાના આધારે શોધખોળ ચાલુ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે યુવતી ટ્યુશન કરતી હતી અને બાજુમાં રહેતા મોહંમદને ઘેર ટ્યુશન કરવા જતી હતી.તેવું એનબીટી દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)