Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પાકિસ્તાનની વધુ એક નાલાયકી :પંજાબમાં ડ્રોનની મદદથી ગ્રેનેડ બાદ હવે એકે-47 અને કારતૂસ મોકલ્યા

પોલિસને સર્ચ ઓપરેશન દરમિયાન એક એકે 47, એક મૈગેજીન ને 30 કારતૂસો મળ્યા

નવી દિલ્હી : પાકિસ્તાનની વધુ એક નાલાયકી બહાર  આવી છે રવિવારે પાકિસ્તાને પંજાબમાં ડ્રોનની મદદ વડે 11 હેંડ ગ્રેનેડ મોકલ્યા હતા. જેને બીએસએફને પંજાબ પોલિસે જપ્ત કર્યા હતા. ત્યારબાદ મંગળવારે પોલિસને બીજી એક મોટા સફળતા મળી છે. મંગળવારે પોલિસને સર્ચ ઓપરેશન દરમિયાન એક એકે 47, એક મૈગેજીન ને 30 કારતૂસો મળી આવ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ વસ્તો પણ પાકિસ્તાને ડ્રોન મારફત ભારતમાં મોકલાવી છે.

  હથિયારોના આ જથ્થાને દોરી વડે બાંધીને લાકડાની ફ્રેમમાં પ્લાસ્ટિકની કોથળી વીંટીને રાખવામાં આવ્યો હતો. પોલિસને હથિયારોનો આ જથ્થો ગુરુદાસપુર ગામમાંથી મળ્યો છે. આ જગ્યાએથી સલાચ 1.5 કિમી દૂર છે કે જ્યાંથી રવિવારે હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા. હેન્ડ ગ્રેનેડ મળ્યા બાદ સપાસના વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું

મંગળવારે બપોરે દોઢ વાગ્યા આસપાસ પોલિસની એક ટીમને લાકડાની ફ્રેમમાં રાખેલો આ જથ્થો મળ્યો હતો. જેને પાકિસ્તાની ડ્રોને ઉતાર્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. આ અંગે કેસ પણ નોધંવામાં આવ્યો છે. ઉપરાંત શંકાસ્પદ લોકોની ધરપડ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત પઠાણકોટના મેજિસ્ટ્રેટે પઠાણકોટની ભારત પાકિસ્તાન બોર્ડરથા એક કિમીના વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે પાંચ સુધી સામાન્ય નાગરિકોના જવા પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ 20 ફેબ્રુઆરી 2021 સુધી લાગુ રહેશે. આ સિવાયના એક દેશમાં પઠાણકોટ જિલ્લાની અંદર વૃક્ષોને કાપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(11:04 am IST)